________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અધ્યાત્મશાસ્ત્રજન્ય આનન્દરસની અવધિ નથી. જેઓ અધ્યાત્મશાઋદ્વારા આત્માના અનુભવમાં ઉંડા ઉતરી ગયા છે તેઓ અધ્યાત્મસુખની હેરીય અનુભવે છે, અને તેઓને આત્મસુખની પ્રતીતિ થાય છે, તેથી તેઓ બાહ્ય ઋદ્ધિ, સત્તા, અને પદવી વગેરેની ઉપાધિથી મુકત થઈ શરીરમાં સ્થિત આત્માના ધ્યાનમાં મસ્ત થાય છે અને દુનિયાના ભાવેને મિથ્યા દેખે છે. અધ્યાત્મશાસ્ત્રો કથે છે કે, “હે દુનિયાના મનુ ! તમે અમારી પાસે આવો; અમે તમારા વિવિધતાપને હરીને નિરવધિ સુખમાં મગ્ન કરી દેઈશું.” અમારામાં શ્રદ્ધા રાખે. - શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજ્યજી કયે છે કે, કુતર્કવાળા શાસ્ત્રોના સર્વસ્વ ગવરથી વિકારવાળી બનેલી એવી દષ્ટિ તે ખરેખર અધ્યાભગ્રન્થરૂપ ઔષધના પ્રયોગથી નિર્મલ બને છે. વ્યાકરણ અને કેવલ ન્યાયશાસ્ત્રો વગેરેના અભ્યાસીઓ ગર્વ ધારણ કરે છે અને તેઓ વિવાદોમાં કલેશ ફલને પ્રાપ્ત કરે છે. અન્ય શાસ્ત્રોના અભ્યાસથી પંડિત અભિમાન ધારણ કરે છે અને તેઓની દષ્ટિમાં રાગદ્વેષની મલીનતા રહે છે. સરલભાવ અને સર્વ જીવોની સાથે શુદ્ધપ્રેમ અને સર્વમાં આત્મદષ્ટિ ધારણ કરવી ઈત્યાદિ ગુણેથી, બાહ્યશાસ્ત્રોના વિદ્વાનો દૂર રહે છે અને તેથી તેઓની દૃષ્ટિમાં વિકાર રહે છે. બાહ્યપદાર્થો, ભાવાઓ અને કુતર્કના અભ્યાસી પંડિતોની દૃષ્ટિની મલીનતાને નાશ કરનાર ખરેખર અધ્યાત્મશાસ્ત્રો છે. અધ્યાત્મશાસ્ત્રો કથે છે કે, દષ્ટિમાં રહેલી રાગદ્વેષની મલીનતાનો અમે નાશ કરવા સમર્થ છીએ. અહંકારને નાશ કરીને મનુષ્યને પોતાના આત્માનું અમે ભાન કરાવીએ છીએ, માટે દુનિયાના લે! તમે પોતાની દૃષ્ટિની નિર્મલતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તે અમારી પાસમાં આવે અને અમારામાં રહેલું અપૂર્વ સૌન્દર્ય અવલેકે. અમારામાં આલેખાયેલા અપૂર્વભાવડે તમારા હૃદયને રંગે, અને પશ્ચાત જુઓ કે અમારામાં કેટલી મહત્તા છે? મેટા મોટા વિદ્વાનોએ અમારે આશ્રય લીધો છે અને તેઓ પોતાના આત્માને દેખવા સમર્થ બન્યા છે. જેઓના દેષ હરવાને ઈન્દ્રો પણ સમર્થ નથી, તેવા દુષ્ટ જીવોને પણ અમોએ મોક્ષ આપ્યો છે; એમ અધ્યાત્મશાસ્ત્રો પોકારીને કથે છે. સુજ્ઞો આથી સમજી શકશે કે અધ્યામજ્ઞાન ખરેખર હૃદયમાં પરિણમવાથી દષ્ટિની નિર્મલતા થાય છે.
ધનવંતોને જેમ પુત્ર, સ્ત્રીઓ આદિ સંસારની વૃદ્ધિ અર્થ થાય છે, તેમ પાંડિત્યના અહંકારમાં આવેલા વિદ્વાનોને અધ્યાત્મવિનાનાં શાસ્ત્રો સંસારની વૃદ્ધિ અર્થ થાય છે. શ્રીમદ્ પૂજ્ય યશોવિજય ઉપાધ્યાયનું આ કથન ખરેખર ભાષા અને તર્કના પંડિતોને મનન કરવા
For Private And Personal Use Only