________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪) સમ્યકત્વવંત જીવો ગૃહસ્થાવાસમાં રહીને કુટુંબની પ્રતિપાલના કરે છે, પણ અન્તરથી ન્યારા રહે છે. જેમ ધાવમાતા અન્યનાં બાળકોને ધવરાવે છે-રમાડે છે; પણ તેઓને પોતાનાં માનતી નથી, તેમ સમ્યકત્વવંત ગૃહસ્થો પણ અન્તરથી ન્યારા રહીને સાંસારિક કાર્યો કરે છે. અન્તરથી ન્યારા રહીને સાંસારિક કાર્યો કરવાં એ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવિના બની શકે તેમ નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવિના અન્તરથી ત્યાગદશા આવી શકે નહિ અને અન્તરથી ત્યાગદશા પ્રાપ્ત થયા વિના આઘની ત્યાગદશા પણ સાર્થક થઈ શકે નહિ. અધ્યાત્મસારમાં નીચેના કેમાં જે દશા વર્ણવી છે, તે અધ્યાત્મજ્ઞાનવિના ન બની શકે.
सेवतेऽसेवमानोऽपि सेवमानोनसेवते कोऽपिपारजनोनस्या द्यच्छनुपरजनानपि ॥ २५ ॥ अतएवमहापुण्य विपाकोपहितश्रिया गर्भादारभ्यवैराग्यं नोत्तमानांविहन्यते ॥ २६ ॥ दारुयन्त्रस्थपाञ्चाली-नृत्यतुल्याःप्रवृत्तयः योगिनोनैवबाधायै ज्ञानिनोलोकवर्तिनः ॥ २७ ॥
(મધ્યમસર.) કેઈક, વિષને બાથથી નહિ સેવત છત પણ અતરથી સેવે છે, અને કેઈક અધ્યાત્મપરિણતિવાળે જીવ બાહ્યથી ભેગો સેવતો છતે પણ અન્તરથી સેવ નથી. પરજનોને આપતે છતો કઈ પારકે થઈ શકતો નથી, તેમ ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થંકરાદિ છો, ભેગાવલી કમેના ઉદયથી શરીરને હારાદિ પરવસ્તુનું દાન આપે છે તેથી, તે પર-જડ વસ્તુના દાસ બની શકતા નથી. તીર્થકરે ગૃહસ્થાવાસમાં ગર્ભથી આરંભીને તીર્થકર પદવી આદિને ભગવે છે તોપણું તેઓ અન્તરથી ન્યારા રહી શકે છે. કાણના યન્ત્રની પૂતળીઓની પેઠે લોકમાં રહેનાર, જ્ઞાનયોગીની પ્રવૃત્તિઓ હોય છે, તે ગીને અર્ધન માટે હોતી નથી. યોગી પ્રારબ્ધ કર્મોની પ્રવૃત્તિમાં આસતભાવ ધારણું કરતો નથી. તે પોતાનામાં હું કરું છું, હું ભેગવું છું, એ અહંભાવ ધારણ કરતો નથી, તેથી તે બાહ્ય જગતની સાથે મમત્વના પરિણામરૂપ બધનથી બંધાતું નથી અને મમત્વની કલ્પના વિના તે પિતાના આત્માને બંધનમાં નાખી શકતો નથી. પોતાને આત્મા કેવી દશામાં વર્તે છે તેનું અધ્યાત્મજ્ઞાનીને સ્પષ્ટ ભાન થાય છે, તેથી તે પોતાની ઉચ્ચદશાને માર્ગ પોતાના હાથે ખુલ્લો કરે છે અને તેમાં પોતે પ્રવૃત્તિ કરતા રહે છે. ગૃહસ્થાવાસમાં રહેલા અને ચક્રવર્તિ
For Private And Personal Use Only