________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશક્યતીર્થરાસ.
२०० હટ કુછ થાયે નહી, પહવે નહીં ભૂતપ્રેત; અમર સહુ કિકર હવે, જે સેવે સિદ્ધક્ષેત્ર. ભ. ૭ વચન ઈસા હરિના સુણ, ખુસી થયે મનમાંય; શક સહિત ચક્રી મુદા, નાહવા તટિની જાય. ભ. ૮ તેહને તીરઈ વૃક્ષનાં, સુફલકુલ આદાય; કલશ ભરી નિર્મલ જલે, જીન પૂજ્યા ચિત લાય. ભ. ૯ પૂર્વ દિશી ચકી કી, પૂરવ તીરથ માન; પરતખિ સુરપુર સારિખે. વિસ્તારે બહુ માન. ભ. ૧૦ વાપિ તલાવ તિહાં ઘણાં, સોભિત વનની સેણ; ચૈત્ય એ જગદીસને, વકિ હરષ વણ. ભ. ૧૧ બ્રહ્મષિ સુત ચતણે, સિદ્ધ જહાં મુનિ રાય; બહુ પરિવાર સાધુને, બ્રહ્મગિરિ તીરથ કહાય. ભ. ૧૨ તિહાં કરાવે ચકીએ, અતિ ઉચે પ્રાસાદ, સુરવિશ્રામ નામે ભલે, થાણ્યા માંહિ યુગાદ. ભ. ૧૩ દુભિ ભેરી વાજતાં, આગલ કરિ ગુરૂ રાય; ચક્રી વાસવ ભૂપસું, લેઈ (પત્ની) યાત્રીસ સમુદાય. ભ. ૧૪ સંઘ લેક બીજા ઘણું, ચાલ્યા હર્ષ ધરંત, પૂજા કરવા ચૈત્યની, નાના શિખર ભમંત. ભ. ૧૫ શ્રગ અધિષ્ટાતા હસે, ભાવી કપરદીયક્ષ શકે શ્રીઅરિહંત, કર્યો પ્રાસાદ સુદક્ષ. ભ. ૧૯ પૂરણિમા મહ માસની, શ્રી જગદ્ગુરૂ માય; ચકી શ્રેગે થાપીયા, દેવલ તિહાં કરાય. ભ. ૧૭ જે નર નારિ તે દિને, પૂજે જગગુરૂ માત, સુખ સામ્રાજયdણ લહે, પામે જગ વિખ્યાત. ભ. ૧૮
૧૪.
For Private And Personal Use Only