________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુજય તિ પ્રસંગે
એક સંવાદ (સરઘસના રૂપમાં થોડાક વિદ્યાર્થીઓ નીકળે છે ને ગાય છે – )
વાણી ગર્જન ઉપદેશતણું, ગુરુદેવ હજી વિસરાય નહિ? | (સૌ એ ગીતને ઝીલે છે. એમ ગાન સાથે સરઘસ આગળ વધે છે. પ્રકાશ, નિરંજન, દિનેશ, કિરીટ, સુરેશ, અવિનાશ વગેરે યુવાને તે જતાં સરઘસને જોઈ રહે છે.)
પ્રકાશ–નિરંજન ! આ સરઘસ શાનું નીકળ્યું છે? નિરંજન–ભાઇ ! તમે જાણતા નથી ? આજે આAિવન માસની
સુદ ત્રીજ છે. આજે આપણા પ્રખર વકતા કવિવિદ શાસ્ત્રવિશારદ ગુરુ અજિતસાગરસૂરિએ સ્વર્ગારોહણ
કર્યું હતું તેના માનમાં સરઘસ નીકાર્યું છે. દિનેશ–નિરજન ! ત્યારે તે આજે મોટો ઉત્સવ હશે ?” નિરંજન–હા, આજે જાહેર ઉત્સવ છે. કિરીટ–સુરેશ ! તું તે ઉત્સવમાં આવીશ ને? સુરેશ–હા જરૂર. પણ ત્યાં તે મોટા વક્તાઓ સૂરિ અજિત
સાગર મહારાજના આદર્શ જીવન પર ભાષણ કરશે.
તમે શું કાંઈ બલવાના છે? કિરીટ– બોલીશ. આ અવિનાશ, નિરંજન વગેરે. બેલશે.
મહારાજશ્રીના જીવનને આછો પરિચય નિરંજન આપશે.
For Private And Personal Use Only