________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
જ્ઞાની ગુરુદેવ
(બંસરી બજતી નહિ....એ રાગ ) દિવ્ય સ્મરણે આપનાં, શ્રી અજિતસાગરસૂરિ, આત્મકેકિલ આપનાં ગીત, ગાય ગુરુજી રસ ધરી. ટેક. લલિત કવિતા આપની, રમ્ય ગુણવંતી ગુરુ! પ્રેમથી, આનંદથી, હૈયા વિષે હરદમ સ્મરું. ૧ દિવ્ય. ભાવ-સમતા સર્વ ધર્મો, દિવ્ય દૃષ્ટિ આપની; ભવ્ય વક્તા ! શી છટા આપના ઉપદેશની ? ૨ દિવ્ય. જૈન આગમ શાસ્ત્રના, શ્રેષ્ઠ જ્ઞાની ગાજતા; આત્મ-સ્વરૂપાનંદમાં, નિત્ય ગુરુજી રાચતા. ૩ દિવ્ય. શ્રેષ્ઠતા ચારિત્રમાં, તેજ શરીરે શેભતું; શાંત ને સુંદર મુખે, ભાલ ભવ્ય પ્રકાશતું. ૪ દિવ્ય. મર્મજ્ઞ વેદ પુરાણ ને, ગીતા સમા અતિ ગ્રંથના જ્ઞાનસાગર આપ ચરણે, લાખ હેજે વંદના. ૫ દિવ્ય. ઉન્નતિ વિદ્યાલચેની, શુદ્ધ ભાવે ચાહતા; “આત્મભાવે જ્ઞાનસેવા” મંત્રએ ઉર ધારતા. ૬ દિવ્ય. રાષ્ટ્ર ઉન્નતિ ભાવના, આપના હૃદયે હતી; છાત્રની આશિષ પામ્યા, આપની નિર્મળ મતિ. ૭ દિવ્ય. મિષ્ટ સ્વરની બંસરી, શી મધુરતા ધારતી! આત્મબંસી મિષ્ટતાને, ગીત ગુરુનાં ગજાવતી. ૮ દિવ્ય. પ્રેમ પુપે પાથરૂં, આપના ચરણે વિષે ભાવ શિશુ હેમેન્દ્રનો, ચરણમાં સ્થાયી વસે. ૯ દિવ્ય.
For Private And Personal Use Only