________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થનારા અનેક કાર્યો એકલા હાથે પાર પડે તેવી ભાવના સેવતા. નિરીહ ભાવે કાર્ય કરનાર સુરીશ્વરજી વિધિની વિચિત્રતાને લીધે સ્વર્ગવાસી થયા ૧૯૮૫ આસો શુદિ ૩ વિજાપુર (ગુજરાત) માં તેમની અપૂર્ણ રહેલી ભાવનાઓ ને વિશ્વબંધુત્વભાવને પ્રસારનાર કોઈ આચાર્યશ્રેષ્ઠ ભારતની સેવા કરે એમ ભાવિકે આ જ પર્યત એ મહાન વક્તાને કવિકેવિદને શાસ્ત્રવિશારદને યાદ કરી રહ્યા છે. આજે બાર વર્ષ વ્યતીત થયા છતાં પણ, એનું એ વાણી-ગજન કર્ણમાં ગુંજન કરે છે. એમની અલૌકિક મનહર મુદ્રા દૃષ્ટિ આગળ સાક્ષાત્ તરવરે છે.
શુભ હદયની ભાવમયી અનેકશઃ માંજલી સમર્પણ હે– સદગુરુદેવના પુનિત ચરણે.
समाप्त
For Private And Personal Use Only