________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
સ્મારક તરીકે આચાર્યશ્રીએ વિજાપુર, મહુડી, પેથાપુર, અમદાવાદ, પાદરા, પ્રાંતિજ, ગેધાવી વિ. સ્થળે ગુરુમંદિર, ગુરુમૂર્તિઓ, પાદુકાઓ સ્થાપન કરાવ્યાં છે. યશોવિજયજી જૈન ગુરુકુલ પાલીતાણાને ઉપદેશથી અનેક વાર મદદ અપાવતા, તેના હિત માટે ચિંતવન કરતા હતા. વેરાવલમાં આત્માનંદ સ્ત્રી શિક્ષણ સંસ્થાને પુનર્જીવન અપાવ્યું. અનેક બેડીંગ, પાઠશાળા, પાંજરાપોળોને પણ મદદ કરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાવતા. આર્યત્વના, જૈનત્વના સંસ્કાર મેળવી. પુરુષો મહાન બને છે, તેવી ભાવના સેવનાર શિક્ષિત વર્ગની વિપુલતા હોય તે જ ધર્મપ્રચાર થઈ શકે. કુરૂઢિ, વહેમો સુશિક્ષિત બનતાં આપોઆપ નાશ પામે છે એમ સદા પ્રવર્તાવવા પ્રયત્ન કરતા.
સૂરિજીના સદુપદેશથી અનેક સ્થળે ધાર્મિક ઉત્સવ પણ સારી રીતે ઉજવાયા. જિનમંદિરની પ્રતિષ્ઠા, ઉપધાન ૬-૭ સ્થળે તપશ્ચર્યા નિમિતેના ઉત્સવો ઉજવાયા હતા. સંધ સંમેલનેથયા હતા.
- આચાર્યશ્રીની આત્મશક્તિ શ્રેષ્ઠ હતી. યોગમાર્ગના પણ સારા અભ્યાસી હતા. સંકલ્પથી અશક્ય કાર્યો પણ શક્ય કરી શક્તા, જે અનાસકત હોય, મનવચન કાયાના વિકારોને વશ ન થતા હોય તે જ યોગી બની શકે છે. કેગના અનુભવો કેટલાક ભજને ઉપરથી જાણી શકાય છે. સૂરિજી પતે એક અધ્યાત્મ માર્ગના દષ્ટા હતા, તેથી હૃદયની વિશાળ ભાવના સર્વોત્તમ હતી, સંકુચિત પણું જરાયે નહતું. મમત્વભાવથી આત્માને વિકાસ અટકે છે, પ્રભુમય બનાતું નથી એમ અનેક વાર ઉપદેશમાં કહેતા. મનેબેળ અને વચનસામર્થ્ય અપૂર્વ હતું. મહાપુરુષોનું જીવન વિવિધભાવપૂર્ણ હોય છે. અપૂર્વ હોય છે. “fપરાવતાં સામેલ રાષિત”
આચાર્યશ્રી જિનેશ્વર મહાવીર સ્થાપિત સંધના પ્રતિનિધિ સમા હતા. જ્ઞાનચારિત્રથી શોભતા હતા. અનેક માણસના હાથે
For Private And Personal Use Only