________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને નથી અત્તર વિષે, દુનિયાં તણું પરવા કશી, કુડ, ક્રોધ, માયા, મેહ, જેના દીલથી ગયાં ખશી;
દિલમાં મિલાવે દલડું, એ ઝરણ કઈ રત ફૂટશે ! દીલના ગુરૂ બનનાર સાચા, સશુરૂ ક્યાં હશે !
પિસા અગર અધિકારના, સમયે ફરે સાથે ઘણુ, એ બેઉ જે નવ હોય તે, વિખરાય જેમ હિમના કણ;
દુખને સમે વિશ્રાન્તિ દેવા, આવતા જે ધસમસે, આપલ્સમે દિલ દર્દ પુછતા, મિત્ર ક્યાં વસ્તા હશે! ૯
જ્યાં ત્યાં લખ્યું છે તે કહ્યું, જ્યાં ત્યાં ભમ્યું મન માનતુ. મેટાઈને શિખરે ચઢિ, મન ન્યાયને નથી નાણતું;
નિર્દોષ દિલડાં દાખવી, આત્માનું હિત જે દાખશે, દિલના ગુરૂ બનનાર એવા, સદ્દગુરૂજી ક્યાં હશે! ૧૦
જ્યારે કહે નિજ વાતડી, ત્યારે બધામાં સ્વાર્થ છે, એ વસ્તુમાં કઈ દિને, કોઈએ દિઠે પરમાર્થ છે ! પશ્નાર્થ સ્વાર્થ ઉભય તજ, નિજ ફરજ જાણે નસનસે; એ સત્ય પંથી સત્ય મિત્રે, વિશ્વમાંહી ક્યાં હશે! ૧૧
કાગળ લખે ચતુરાઈથી, ચતુરાઈથી બોલી શકે, ચતુરાઈમાં પહેરે સુપટ, શૃંગાર સજતી કર થકે;
જીહવા વિષે મીઠું વદે છે, ઝહેર તે હઈડા વિષે, અમૃત ભરી દિલ મેહિની, નિર્મળ સુનારી ક્યાં હશે ! ૧૨
For Private And Personal Use Only