________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે કે લેખક કોઈપણ કાવ્યમાં સ્વધર્મ માટે કદાગ્રહીપણું વ્યક્ત નહિ કરતાં પોતાના દરેક વિચાર તેમજ લાગણીઓ તટસ્થ રીતે દર્શાવી શકયા છે એ આશ્ચર્યજનક વાત છે. આમાં કેટલાંક એવાં સ્તવને છે કે જેમાંથી અમુક તે સવારમાં ઉઠીને ખાસ મનન કરવા યોગ્ય પણ છે.
પહેલું કાવ્ય ઈશ્વરસ્તુતિ છે. લેખક પોતે જેન મુનિ હેવા છતાં પણ ઘણું જ વિશાળ દૃષ્ટિથી તેઓએ દરેક રીતે ઈશ્વરસ્તુતિ કરી છે. - નીચેની પંક્તિઓમાં ખાસ કરીને ઉપમાનો ઉપયોગ અને તેમજ આત્માને જ્ઞાનની કેટલી જરૂર છે તે બતાવવામાં આવ્યું છે.
આ જીવરૂપ મન જ્ઞાન સ્વરૂપ વારિ, વિના બહુ તલતું પણ તે તમારી; લેને થયું અછત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા, સવપરાધ પ્રભુ! માફ કરે અમારા.
(અપરાધક્ષમાં સ્તવનમ-૧૦) આ પંક્તિઓમાં એમ જણાવવામાં આવ્યું છે કે જેટલી મીનને વારિની જરૂર છે તેટલી જ આત્માને જ્ઞાનસુધાની આવશ્યકતા છે, અને જેમ પાછુ સિવાય માછલાને તરફડીઆ
For Private And Personal Use Only