________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે તેવાં કાવ્યેને ધાર્મિક દૃષ્ટિથી વાંચવાની આવશક્યતા છે. એક નાના બાળકને ખાંડથી પાસેલી કવીનાઇનની ગાળી આપીએ અને વગર ચાવે ગળી ગયા પછી જો તેને પૂછવામાં આવે તે તે ખાંડની હતી એમ કહે તેમ આ પુસ્તકમાનાં કેટલાંક કાવ્યેા પણ વગર વિચારે વાંચી જઈ તે શૃંગારિક છે એમ કહેવુ તે તેની ખરાખર છે, અને આવા શૃંગારથી પાસેલાં કાવ્યેાને શૃંગારપર્ણ કહેવામાં તે ખાળકના જેટલીજ ભૂલ થાય છે. ક્વીનાઇનની ગાળીને ખાંડથી પાસવામાં જેમ ડૉકટરે બાળકની અનુકુળતા શેાધી તેવીજ રીતે લેખકે આ કાવ્યેનું બાહ્ય શૃંગારિક સ્વરૂપ રાખવામાં વાંચકાની અનુકુળતા શેાધી છે. જેમ બાળક અણુપાસેલી કડવી ( પણ ફાયદાકારક ) ગેાળી ખાવાની ના પાડે તેમ આપણા રસજ્ઞ વાચક્વર્ગ પણ બાહ્યદષ્ટિએ શુષ્ક દેખાતાં આધ્યાત્મિક કાવ્યે વાંચવામાં કદાચ પાછે હઠે, પરંતુ તેમ ન થાય તેટલા માટે લેખકે આવા રૂપમાં કાવ્યેા લખવાનુ ઉચિત ધાર્યું છે.
લેખક આ કાવ્યેાની શરૂઆતમાં સાધારણ વાત કરી અંતમાં વાચકને આધ્યાત્મિક સ્થિતિનું ભાન કરાવે છે. આ કાવ્યેાને આધ્યાત્મિક વા નૈતિક કાબ્યા કહીએ તે પણ ચાલે, આમાંનાં કાવ્યેાનુ બારીકાઇથી નીરીક્ષણ કરતાં એમ માલુમ
For Private And Personal Use Only