________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33
કવિની દષ્ટિ જે સ્થળે પડે છે ત્યાં નવીનતાને જ જુએ છે. Emerson. [ એમર્સન ] કહે છે. નવીનતામાંજ ચારૂતા છે, અને ચાર્તામાંજ કવિતાનું-કવિતાપણું છે. કવિનું જીવન રસિક અને આનંદમાં મસ્ત હોવું જોઈએ. જે ભાવનાના પ્રદેશમાં અન્યની જવાની હિંમત ચાલતી નથી, ત્યાં કવિ કેઈપણ પ્રતિબંધ વિના જઈ શકે છે. વિર પુનઃ પુનરિ प्रति हन्यमानाः पारब्धमुत्तमजना न परित्यजन्ति। એ નિયમ અનુસાર કવિએ કોઈપણ ભાવનાના પ્રદેશમાં વિચરતાં જોખમ આવી પડે છતાં પણ પાછી પાની કાઢતા નથી. વળી આગળ કહે છે,
છટું મૂકેલ દિલ જે કબજે રહે ના, " તે પક્ષિ પિંજર બહાર ન કાઢજે તું; એ પંખીડું અજબ છે બહુ રંગધારી,
ન પાંખ તીવ્ર બહુ છે નભમાં વિહારી. ભાવનાના પ્રદેશમાં વિચરતિ વખતે કવિએ પિતાના હદય ઉપર અંકુશ રાખવું જોઈએ. જો કે કવિ અનન્ય પરતંત્ર છે. યથેચ્છ વિહારી છે. વિહંગમ સમ યથેચ્છ ભાવનાના પ્રદેશમાં વિહાર કરી શકે છે. કારણ કે, તેની ગતિને કેઇ રેકી શકનાર નથી, પણ મતિ સર્વત્ર વર્જયેત એ ન્યાયે કવિએ પોતાની કલ્પનાને અંકુશમાં રાખવા
For Private And Personal Use Only