________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી શકે, બાકી કવિતા કરનારની ભાવના એ તે કવિતા કરનાર હોય તેજ જાણી શકે છે. અને તે પિતે પણ જે ભાવથી કવિતા કરી હોય, તે ભાવ બીજાઓને સમજાવી શકતે નથી. એટલે તે ભાવ વાણી દ્વારા યથાર્થ રૂપમાં કહી શકાતે નથી. સાકરનો સ્વાદ જાણનાર માણસ કદી શબ્દો દ્વારા તે સ્વાદને સમજાવી શકે જ નહીં. કવિઓના આશય તે કવિએની પાસે જ હોય છે. એમ કહી તરતજ એક સ્તવન પિત કરી આપ્યું. કે જે સ્તવનમાંથી “ શ્રી સંખેશ્વર પાશ્વનાથ ' નીકળી શકે, તે સ્તવન આવનાર ગૃહસ્થને આપ્યું, અને કહ્યું કે, આને અર્થ તે વિદ્વાન પાસે કરાવી આવે. ત્યારે તે સ્તવન લઈ સદરહુ ગૃહસ્થ વિદ્વાન્ આગળ અર્થ કરાવવાની માગણી કરી ત્યારે તે વિદ્વાને તરતજ પિતાની લઘુતાદર્શક ભાષામાં કહ્યું કે, આને હું અર્થ કરી શકવા સમર્થ નથી. કર્તાનો આશય જાણુ એ બહુજ મુશ્કેલ છે. હું આનંદઘનજી મહારાજની વીશીના સ્તવનિના જે અર્થ કરૂં છું, તે અર્થ મહારી સમજણમાં આવે છે તે કરું છું. પછી તે વિદ્વાને વીરવિજયજી મહારાજની મુલાકાત લીધી, અને બંનેને પરમ આનંદ થયે. તે સ્તવનને અર્થ વીરવિજયજી મહારાજે કરી આપે. જે સ્તવન અમદાવાદ વિદ્યાશાળા તરફથી છપાયેલી પંચપ્રતિકમણુની ચેપડીમાં છે.
For Private And Personal Use Only