________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૮૬ ] વસ્તુતઃ વ્યક્તભાવે પ્રગટેલ જેનધર્મ આત્મધર્મ છે અને તે સવ વિશ્વમાં શાશ્વતભાવે પ્રત્યક્ષ અનુભવાય છે. ૨૫૪. चिदानन्दमयं ब्रह्म, पूर्णव्यक्तं यदा भवेत् । तदाऽऽत्मा हि परब्रह्म, सिद्धोऽस्ति भगवान् स्वयम् ॥२५५॥
જ્યારે પરમ આનંદ સ્વરૂપ આત્મા પૂર્ણપણે પ્રગટ થાય છે ત્યારે આત્મા પરમજ્ઞાનવાન બની સિદ્ધપણાને પામે છે અને સ્વયં ભગવાન બને છે. ૨૫૫.
चिदानन्दमयं ब्रह्म,-धर्मेषु नास्तिकेषु च । व्यक्ताव्यक्तस्वरूपेण, सर्वत्रास्ति हि देहिषु ॥२५६॥ ચિદાનંદમય બ્રહ્મસ્વરૂપ જ્યારે પૂર્ણ પણે પ્રગટ થાય છે ત્યારે આપણે આત્મા પરમ બ્રહ્મ એટલે સર્વ બાહા-આત્યંતર કર્મ–મલ રહિત પૂર્ણ સિદ્ધપણાને પામે છે અને સ્વયંસિદ્ધ બને છે. ૨૫૬. व्यक्तं ज्ञानं सुखं यत्र, तत्राऽऽत्मव्यक्तदर्शनम् । स्वानुभवप्रमाणेन, व्यक्तः सोऽहं प्रभुः स्वयम् ॥२५७॥
જ્યાં જે આત્મામાં વ્યક્તભાવે પ્રગટભાવે સમ્યગ જ્ઞાનદર્શન–ચારિત્ર ગુણમય સુખને જેટલા અંશે અનુભવ થયો હોય ત્યાં તેટલા પ્રમાણમાં આમસ્વરૂપનું વ્યક્ત દર્શન ભવ્યાત્માઓને થાય છે. પિતાના યથાર્થ અનુભવ પ્રમાણે વ્યક્ત થાય છે. અને પૂર્ણપણે વ્યક્ત આત્મ-સ્વરૂપનું દર્શન
જ્યારે થાય છે ત્યારે વ્યક્તભાવે તે પરમાત્મા છે, તે જ હું પણ તે પરમાત્મા છું, એવું સેલું ભાવે વ્યક્ત સ્વયં પ્રભુપણું આત્મામાં પ્રગટ થાય છે. ૨૫૭.
For Private And Personal Use Only