________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪] અસંખ્ય આત્મપ્રદેશ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ચેતન્ય ગુણેની સત્તાએ સમાનતા રહેવાથી સર્વ પ્રભુસમાન ગણજે. અને એવા ભાવથી રાગદ્વેષના અભાવપૂર્વક સાક્ષીભાવે સર્વ જીવોની સેવાભક્તિ કરજે. ૨૪૭. साक्षिभावेन कार्याणि, कुरुष्व भव्यमानव !। शुद्धात्मा संभवस्वाऽऽत्मन् ! ! त्वत्कार्यमीदृशं खलु ॥२४॥
હે ભવ્યાત્મન ! તું સર્વ કાર્યો રાગદ્વેષના અભાવપૂર્વક સાક્ષીભાવે કરજે, તેથી તારા આત્મ-સ્વરૂપને શુદ્ધતા પ્રાપ્ત થવાને સંભવ સમજજે. તારા બધાં કાર્યો એવા હોવા જોઈએ કે જેથી તારા શુદ્ધ સ્વરૂપની તને પ્રાપ્તિ થાય. ૨૪૮. स्वनामरूपकीतौं च, प्रतिष्ठायां च चेतन !। शुभं प्रकल्पितं मिथ्या, तभिन्नं स्वं निभालय ॥२४९॥
હે ભવ્યાત્મન્ ! તું પિતાના નામ, રૂપ, કીર્તિ, યશ, સત્તા, પ્રતિષ્ઠામાં સારા-શુભપણાની જે કલપના કરે છે, તે સર્વ મિસ્યા છે, તું તારા આત્માને આ પૌગલિક વિષયોથી જુદે જ સમજ, ૨૪૯,
सर्वतस्त्वं प्रभिन्नोऽसि, चेतन ! स्वं विचारय । मग्नो भव स्वरूपे त्वं, किं बाह्येषु प्रधावसि ॥२५०||
હે ભવ્યાત્મન ! તું ચેતનાચેતન એવા સર્વ પદાર્થોથી ભિન્ન જ છે. એ પ્રમાણે તું તારી મેળે વિચાર કરજે. તું તારા આત્મસ્વરૂપમાં જ લીન બન. બાહા પદાર્થો તરફ શામાટે દેડે છે? એમાં તે ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. માટે આત્મસવરૂપનું જ ધ્યાન કર. ૨૫૦,
For Private And Personal Use Only