________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૭] अज्ञानी जडभोगेषु, सुख मत्वा विमुह्यति । सुखं हि कामभोगेभ्यो, जायते तस्य निश्चयः ॥१९०॥
અજ્ઞાની પ્રાણિઓ કે જે આત્મા અને જડના ગુણદેને યથાસ્વરૂપે જાણતા નથી તેઓ પગલિક ભાગોમાં સુખ માનીને મુંજાય છે. અને કામગોમાં સુખ છે એ પ્રમાણે તેમના હદયમાં વિશ્વાસ હોય છે. ૧૯૦.
जडानन्दस्य विश्वासी, जडानन्दाय वर्तते । जडानन्दं विना ब्रह्म,-सुखस्य नास्ति निश्चयः ॥१९॥
અજ્ઞાની આત્માઓ પૌગલિક રૂપ-રસ–ગન્ધ-સ્પર્શરૂપ વિષયોમાં અપૂર્વ આનંદ છે એમ માને છે. અને તે તેમને વિશ્વાસ હોય છે. તેઓનું મન જડ–પદાર્થોમાં વિલાસી હાય છે. અને આત્મિક-સુખમાં આનંદ છે એમ તેઓ બિચારા સમજી શકતા નથી. કારણ કે આત્મા વગેરે અરૂપી-ઈન્દ્રિયેથી અગ્રાહી પદાર્થોમાં સુખને નિશ્ચય જ નથી હોતું. ૧૯૧. स्पर्शेन्द्रियादिभोगेभ्य, सुखं मत्वा प्रजीवति । भोगान् मुक्त्वा पुनर्भोगा,-निच्छति भोगरागतः ॥१९२॥
સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ શદાદિ પાંચ પ્રકારના તેવીશ વિષયમાં જ નિત્ય મહાસુખ પ્રવર્તે છે, એ પ્રમાણે માનીને વિશેષ પ્રકારે જીવનને તેમાં લગાડે છે. સિનેમા, નાટક, પ્રદર્શન, હાસ્ય, શૃંગાર આદિ નવરસની કથાના દોને ભેગવી પુનઃ તેવા ભેગેને રેગપૂર્વક ઈચ્છે છે. ૧૯૨.
भोगान् भुक्त्वा प्रमोदी सः पुनस्तत्रैव मुह्यति । जडानन्दाय जन्माऽस्ति, जानात्येव हि मोहतः ॥१९॥
For Private And Personal Use Only