________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૧] તે યોગીઓ મોહના ભાવથી મરેલા હોય છે એટલે મોહ રહિત હોય છે અને નિરંતર આત્મચિંતવનમાં લીન રહેવાથી જ્ઞાનસ્વરૂપે જીવતા હોય છે. સંકલ્પ-વિક૯૫થી રહિત હોવાથી બાહ્યા ભાનાં ચિંતનમાં સુતેલા હોય છે અને અધ્યાત્મસ્વરૂપના ધ્યાનમાં ઉપયોગવાળા હોવાથી તે સ્વરૂપે સદા જાગૃત હોય છે. मोहस्वप्नो न यस्याऽस्ति, ज्ञानदृष्टयां भवोत्थितः । स ज्ञानी दिवसे रात्रौ, जागति निद्रितापि सन् ॥१०६॥
સમ્યગજ્ઞાનીઓની મેહ-ચેષ્ટાઓ મનથી સર્વથા નષ્ટ થએલી હોય છે, તેથી સ્વપ્નમાં પણ તેમને મેહને ઉત્પન્ન કરનારી વસ્તુઓ હોતી નથી. અને જ્ઞાનદષ્ટિમાં–આત્મસ્વરૂપના જ્ઞાન-દર્શન-ચારિત્ર-આનંદમય પયામાં નિરંતર સ્થિર હોવાથી તેઓ સદા જાગતા જ હોય છે. બાહા દષ્ટિએ શરીરથી તેઓ ઉંઘતા હોવા છતાં પણ રાત-દિવસ અંતરથી જાગતા જ હોય છે. ૧૦૬.
रागद्वेषस्वरूपं तद्-द्वैतं यस्माद्विनिर्गतम् । स विश्वेशो महादेवो, विभुरस्ति सुखाळयः ॥१०७॥ રાગ અને દ્વેષનું જે સ્વરૂપ એટલે “આ મારું અને આ તારુ” એવું કૈતપણું જેમાંથી ચાલ્યું ગયું છે, અથવા જેમને સારી વસ્તુ જોઈને રાગ થતો નથી અને નરસી વસ્તુ જેને છેષ થતું નથી, એવા જ્ઞાની પુરુષે જ આ સંસારના સાચા વામી છે, તે જ મહાદેવ છે, તેમજ સમર્થ છે, અને તે જ સુખના ધામ છે.
For Private And Personal Use Only