________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૩] नार्यादिदेहरूपादि,-सौन्दर्य तत्तु कल्पितम् । क्षणिकं च हृदि ज्ञावा, तत्र ज्ञानी न मुह्यति ॥३८१॥
સ્ત્રી-પુરુષ વગેરેના શરીરમાં દેખાતાં રૂપ વગેરેની જે સુન્દરતા છે તે સુન્દરતા તે શંગારી ભાષામાં મોહનીય કર્મના ઉદયથી કપાયેલી છે, અને ક્ષણિક છે એમ હદયમાં સમજી જ્ઞાની પુરુષે એમાં મુંઝાતા નથી. ૩૮૧
बाह्यसौन्दर्यमोहस्तु, ब्रह्मसौन्दर्यदर्शनात् । नश्यत्येव रवेर्भास,-स्तमोनाशो यथा तथा ॥३८२॥
આત્માને જ્યારે બ્રહ્મ-પરમાત્માના સ્વરૂપની સુંદરતાના દર્શન થાય છે ત્યારે શરીરમાં રહેલી બાહ્ય સુંદરતાને મોહ તત્કાળ નાશ પામે છે. જેમ સૂર્યના કિરણોથી અંધકાર ભાગી જાય છે તેમ. ૩૮૨.
आत्मसौन्दर्य लाभेन, रूपादिमोहवृत्तयः । नश्यन्ति ब्रह्मसौन्दर्य, भासते विश्वदेहिनाम् ॥१८॥
આત્મ-રિવરૂપની સહજ સુંદરતાને લાભ જયારે મનુષ્યને પ્રાપ્ત થાય છે. ત્યારે પૌદ્દગલિક રૂપ-રસ–ગન્ધ-સ્પર્શ-શબ્દ આદિમાં જે મેહવૃત્તિ હોય છે તે નાશ પામે છે. અને સંસારના સમગ્ર પ્રાણિઓમાં તેવી બ્રહ્મ-સુન્દરતાને આત્મા જૂએ છે. ૩૮૩.
सर्वत्र ब्रह्मसौन्दर्य, दृश्यते हि यदा तदा । जडसौन्दर्यमोहस्य, नाशो भवति तत्क्षणात् ॥३८४॥ યોગીઓ કહે છે કે-જ્યારે સર્વત્ર બહા-આત્માની
For Private And Personal Use Only