________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮] आत्मप्रभुं विना किश्चि-नान्यमिच्छेच्छुभाशुभम् । पराभक्त्या प्रभुं पश्यन् , भक्तः साक्षात्प्रभुभवेत् ॥३६७॥
જગતમાં પિતાનું સારું કે ખરાબ કરવાની ઈચ્છા આત્મપ્રભુ સિવાય બીજો કોઈ પણ નથી કરતો. તેથી પોતાનું ભલું કરવા માટે પિતાને આત્મા સ્વયં સમર્થ છે–એ નિશ્ચય કરીને ભક્ત પરાભક્તિ વડે–શ્રેષ્ઠભક્તિવડે પ્રભુને પ્રત્યક્ષ કરે છે અને પોતે પણ પ્રભુસ્વરૂપ બને છે. ૩૬૭.
सम्प्राप्य मानुषं जन्म, मा प्रमादं कुरुष्व भोः। एकक्षणे प्रभुः प्राप्यः, क्षणमेकं तु दुर्लभम् ॥३६८॥
હે ભવ્યાત્મન્ ! ઉત્તમ મનુષ્યને જન્મ, નીરોગી શરીર અને ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને હવે તું જરાપણ પ્રમાદ ન કરીશ, આમા એક ક્ષણમાં પ્રભુને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. પરંતુ વિષય-કષાયમાં પડી ગયો તો એવી ક્ષણ મળવી દુર્લભ છે, માટે હે ચેતન ચેતી જા ! ૩૬૮.
एक क्षणमपि व्यर्थ, हारय मा प्रमादतः । नृभवस्य क्षणं भव्य ! देवानामपि दुर्लभम् ॥३६९॥
હે ભવ્યાત્મન્ ! ઉત્તમ એવા મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને તું એક ક્ષણ પણ પ્રમાદમાં ન ગુમાવ, મનુષ્યભવની એક ક્ષણ દેવતાઓને માટે પણ દુર્લભ છે. દેવ પણ મનુષ્યભવની ઝંખના કરે છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ આ મનુષ્યભવમાં જ થાય છે. માટે આવા મનુષ્યભવની એક ક્ષણ પણ ન ગુમાવજે. ૩૬૯.
For Private And Personal Use Only