________________ આશાતના નવિ કરીએ... જિન મંદિરની જઘન્ય દશ આશાતનાઓ :- તંબોલ પાણ ભોયણ, વાણહ મેહુ સુઅણ નિઠવણં / મુલુચ્ચારે જુએ, વજજે જિણનાહ જગઈએ // 1. પાન ખાવું., 2. પાણી પીવું, 3. ભોજન કરવું, 4. પગરખાં પહેરવાં, 5. સ્ત્રીસેવન કરવું, 6. ઘૂંકવું, 7. કફ-મલ ફેંકવું, 8. પેશાબ કરવો, 9. સંડાસ કરવો અને 10. જુગાર રમવો, આ દસ મોટી આશાતનાઓ અવશ્ય તજવી. શરીર વગેરે અશુદ્ધ છતાં પૂજા કરવી, પ્રતિમા નીચે પાડી દેવા વગેરે મધ્યમ અશાતના 42 પ્રકારે થાય છે. જિન મંદિરની ઉત્કૃષ્ટ 84 આશાતનાઓ :- દેરાસરજીમાં 1. નાકનું લીંટ નાખે. 2. જુગાર, ગંજીફો, શતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, 3. લડાઇ-ઝઘડો કરે, 4. ધનુષ્ય વગેરેની કળા શીખે, 5, કોગળા કરે, 6. પાન, સોપારી વગેરે ખાય, 7. પાનના ડૂચા દેરાસરમાં ઘૂંકે, 8. ગાળ આપે, 9, ઝાડો પેશાબ કરે, 10. હાથ, પગ, શરીર, મોટું વગેરે ધૂવે, 11. વાળ ઓળે, 12. નખ ઉતારે, 13. લોહી પાડે, 14. સુખડી વગેરે ખાય, 15. ગુમડા, ચાંદા, વગેરેની ચામડી ઉતારીને નાંખે. 16. પિત્ત નાંખે, પડે, 17. ઉલ્ટી કરે, 18. દાંત પડે તે દેરાસરમાં નાંખે, 19. આરામ કરે, 20. ગાય, ભેસ, ઊંટ, બકરા વગેરેનું દમન કરે, (21. થી 28.) દાંત-આંખ-નખ-ગાલ-નાક-કાનમાથાનો તથા શરીરનો મેલ નાખે, 29, ભૂત-પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, 30. વાદ-વિવાદ કરે, 31. પોતાના ઘર-વેપારના નામાં લખે, 32. કર અથાવ ભાગની વહેંચણી કરે, 33. પોતાનું ધન દેરાસરમાં રાખે, 34. પગ ઉપર પગ ચડાવીને બેસે, 35. છાણાં થાપે, 36. કપડાં સૂકવે, 37. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂકવે, 38. પાપડ સૂકવે, 39. વડીખેરો, શાક, અથાણાં સૂકવે, 40. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, 41. સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, 42. વિકથા કરે, 43. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સજે, 44. ગાય, ભેસ, વગેરે રાખે, 45. તાપણું તપે, 46. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, 47. નાણું પારખે, 48. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (49, થી પર.) છત્ર, પગરખાં, શસ્ત્ર, ચામર વગેરે રાખવું, 53. શરીરે તેલ વગેરે ચોળવું-ચોપડવું, 54. સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું, પપ. રોજના પહેરવાના દાગીનાની બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, 56. ભગવંતને જોતા જ હાથ ન જોડવા, 57. અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવવું, 58. મુગટ મસ્તકે પહેરવો, 59. માથા પર પાઘડીમાં કપડું બાંધે, 60. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, 61. શરત હોડ બકવી, 62. લોકો હસે એવી ચેઓ કરવી, દર. મહેમાન વગેરેને પ્રણામ કરવા...