________________
सुलभकाव्यप्रवेशिका ગાગરમાં...સાગર સમાવવો દુષ્કર છે પણ..ક્યાંક તે સુકર પણ બની જાય છે.
સંસ્કૃતની બે બુકોના અધ્યયન બાદ વાંચનમાં પ્રવેશ કરતાં શ્લોકોનું વાંચન સહેલું બને તે માટે ખંડાન્વય - દંડાન્વય-પદચ્છેદ સમાસ - અર્થ પૂર્વક દરેક શ્લોકનું વાંચન થાય તો શ્લોકનો અર્થ સરળતાથી બેસી જાય તે માટે પરમ પૂજય પંન્યાસજી વજનવિજયજી ગણિવર્ય સંપાદિત સુનમાવ્યપ્રવેશિખૂબ જ ઉપયોગી બની રહી છે.
પ્રથમ સકલાતુના ૩૩ શ્લોકો આ પાંચ રીતે સ્પષ્ટ કરીને બતાવ્યા છે.
ત્યારબાદ ભક્તામરના ૪૪ શ્લોકો છે. પરિશિષ્ટમાં શ્રીમિત્રાનંવરિત્રમ્ ના શ્લોકો આપીને તેમાં ખંડાન્વયના નંબર આપીને પોતાની રીતે પદચ્છેદ કરી શકાય તે રીતે તૈયાર કરેલ છે. પદચ્છેદ, ખંડાન્વય, દંડાન્વય કરવાની પદ્ધતિ દષ્ટાંતપૂર્વક બતાવેલ છે.
ક્રિયાવિશેષણ અવ્યયો, પુંલિગ - સ્ત્રીલિગ - નપુંસકલિંગ, સર્વનામના પ્રથમ શબ્દો આપીને ચાર શ્લોક બતાવ્યા છે. સંક્ષેપમાં સમાસ પ્રકરણ, કૃદન્ત પ્રકરણ, તદ્ધિત પ્રકરણ, કારક (વિભક્તિ) પ્રકરણ, દરેક ગણના પરસ્મ પદ - આત્મપદના કર્તરિ - કર્મણિ એક રૂપ આપીને સમજાવેલ છે.
કાવ્યમાં પ્રવેશ સરળતાથી થઈ શકે તે રીતે આ પુસ્તક તૈયાર કરેલ છે.