________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्य इष्टे तारकान् क्रष्टुं, मातुमम्भांसि चोदधेः । जीमूर्ताश्च बलाद्धर्तुं, तथाऽपि नेह स प्रभुः ।।८।।
ગણિવર્યનું ચરિત
કદાચ કોઈ તારાઓને તોડી લે, સમુદ્રનું પાણી માપી લે, અરે... વાદળાઓને ય પકડી રાખે પણ આ ચરિત્ર કહેવા તે સમર્થ નથી.III
गरीयसीगिरोऽप्यस्मिन्, लघीयसी महर्षिणि । णिजादिप्रत्ययाध्येता, बालधी ईशिता कथम् ?।।९।।
મહાન વાણી પણ આ મહર્ષિના વર્ણન માટે વામણી બને છે.તો વ્યાકરણના “ણિ' વગેરે ભણતો બાલબુદ્ધિ હું તેમાં કેવી રીતે સમર્થ થઈશ ?liા
वराकोऽपि वरस्याऽस्य, प्रभावाद्वर्यधीरिव । रमयिष्यामि चेतांसि, धुनयिष्ये शिरांस्यपि ।।१०।।
પણ હા.. મંદ એવો પણ હું ઉત્તમ એવા તેમના જ પ્રભાવથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા જેવો થઈ વાચકોના ચિત્તનું રંજન કરીશ... હા.. આ વાંચીને માથું ધૂણાવ્યા વિના નહીં રહો.II૧૦ના
चरित्रेण निजेनाऽहो !, जाह्नवीजलहारिणः । रिक्तस्य दोषलेशेन, सक्तस्य समताश्रियाम् ।।११।।
ધન્ય મહર્ષિ... સ્વચરિત્રથી ગંગાના નીરને શરમાવે છે. દોષનો અંશ પણ નહીં અને મન સમતામાં લીન...ll૧૧/l