________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથરાવતાં સર્વે જણાં નવકાર ગણતાં ગણતાં જમણો પગ પ્રથમ મુકતાં જાજમ પર જઈને બેસે.
જ્યાં સુધી ઘી બોલવાનું હોય (ઉછામણી કરવાની હોય) ત્યાં સુધી જાજમને ખાલી ન રાખવી, કોઈને કોઈ માણસે વારા ફરતી બેસી રહેવું.
જાજમ પાથરતાં તેની નીચે બરાબર વચ્ચે સાથીયો કરેલ છે તેના પર કોઈનો પગ ન આવે માટે તે જગ્યાએ ટેબલ કે પાટલો મૂકાવી. તેના પર ધૂપ-દીપ મૂકાવવાં.
આઠ કન્યાઓ ને શીખ આપવી.
પછી....શ્રી નવકાર બોલવો. ૐ નમો જિણાણું સ્વાહા સમૂહમાં બોલાવવું,
ત્યારબાદ જય સિરિ વિલાસ. સ્તોત્ર બોલવું આ સ્તોત્ર સાંભળ્યા પછી શ્રાવકો બોલીની શરૂઆત કરે.
આ જાજમની વિધિ રાજસ્થાની ક્ષેત્રોમાં વિશેષ પ્રકારે કરવામાં આવે છે. તે પર્યુષણમાં સુપનનું ઘી બોલતાં પહેલાં અને દેરાસરની પ્રતિષ્ઠા અંજનશલાકા ઉપધાનમાલ, સંઘમાલ વગેરે પ્રસંગોએ ઘી બોલતાં પહેલા કરવામાં આવે છે.
જાપ કરતાં સૂચન અને આવર્તો
ઘાસ ઉપર બેસી જાપ કરે તો પ્રીતિ તુટે કાષ્ઠ ઉપર બેસી જાપ કરે તો દુર્ભાગી થાય પત્થર ઉપર બેસી જાપ કરે તો રોગી થાય
૪૫
For Private And Personal Use Only