________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાજમ પાથરવાની વિધિ
જોઈતી વસ્તુઓની યાદી :- (૧) આયંબીલ કરેલી ૮ કુંવારી કન્યાઓ (૧૨વર્ષ સુધીની) (૨) ૫ સોપારી (૩) વાટકીમાં કંકુ (૪) ગૌતમસ્વામીજીનો ફોટો (૫) વાસક્ષેપ વાટકામાં બટવામાં રાખવો (૬) જે પાથરવાની છે તે સ્વચ્છ જાજમ (૭) તાંબાનો પૈસો-સિક્કો (૮) ચોખા ૨૦૦ ગ્રામ (૯) શુદ્ધજલ કળશામાં (૧૦) ગોમૂત્ર વાટકામાં (૧૧) ડાભનું ઘાસ (૧૨) ધરો (૧૩) ફૂલો (૧૪) ચાર પાંચ પાવલી (૧૫) ધૂપ (૧૬) દીપક.
મંત્ર - ૐ નમો ગોયમક્સ અક્ખીણ મહાણસસ્સ ભગવન્ ભાસ્કરી હ્રીં શ્રીં વૃદ્ધિ વૃદ્ધિ આનય આનય મમ મનોરથં પૂરય પૂરય સ્વાહા.
ૐ હ્રીં અર્હ નમો ગોયમસ્સ સિદ્ધસ્ટ બુદ્ધસ્સ અક્ખીણ મહાણસસ લદ્ધિસંપન્નસ ભગવનું ભાસ્કર મમ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધિ :- સહુ પ્રથમ એક બે સોપારી કંકુવાળી કરવી, ૧ સોપારી, ૧ તાંબાનો પૈસો અને એક ચપટી ચોખા આદિ ઉપરોક્ત મંત્રથી અથવા શ્રીવર્ધમાન વિદ્યાથી ૧૦૮ વાર મંત્રી લેવા, સોપારી જમણા હાથમાં રાખવી અને મંત્ર જાપ થયા પછી સોપારી ઉ૫૨ વાસક્ષેપ ક૨વો. (પૂજ્ય ગુરુ ભગવંત હોય તો તેમની પાસે મંત્રિત કરાવવું)
૪૩
For Private And Personal Use Only