________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) જગતમાં બનતા બનાવોના સંબંધમાં સ્વ-મતિકલ્પિત મિથ્યા સંકલ્પ-વિકલ્પો કરી અહંકારીપણે ત્યાગ-ગ્રહણની આંધળી પ્રવૃત્તિ કરનારા અને કરાવનારાઓમાં ઉપકારીપણાની તેમજ ભ્રાતૃ-ભાવની લાગણી પ્રગટાવવાના પ્રપંચી પ્રયત્નો.
ત્રિકાળ અબાધિત શુદ્ધહિતકારી માર્ગ (૧) સર્વજીવોની યથાતથ્ય સ્થિતિને લક્ષમાં લઇ સર્વજીવો પ્રતિ મૈત્રી, પ્રમોદ, માધ્યએ, અને કરૂણાભાવનું આચરણ. (૨) પોતાને પ્રાપ્ત થયેલ બુદ્ધિ-શક્તિ અને બાહ્ય સામાજીક પરિસ્થિતિને અનુરૂપ થઇને પોતાના જીવનને સંયમી બનાવીને બીજાને વિશે જેટલો બને તેટલો પરોપકાર કરવો. (૩) હિંસા, જુઠ, ચોરી, વ્યસનો અને તીવ્ર-વિષયલોલુપતાઓથી પોતાના આત્માને અળગો રાખનાર ઉપદેશ અને આચરણને અનુસરવાની વૃત્તિ. (૪) જગતમાં પ્રવર્તતા વૈર વિરોધ, અને ઉન્માદના આકર્ષક ભાવોથી પોતાના આત્માને અલિપ્ત રાખી પરમ શાન્ત રસનો અનુભવ કરાવનાર-આત્મજાગૃતિકારક આલંબનો. (૫) જડ અને ચેતન દ્રવ્યોના રાશિવાળા અનાદિ-અનંત સ્વરૂપી આ જગતમાં ઉત્પન્ન થતા લય પામતા અને સ્થિર રહેતા ભાવો (પરિણામો) નો ત્રિકાળ અબાધિત સ્વરૂપે યથાતથ્ય વિવેક કરવો.
૧ ૨૮
For Private And Personal Use Only