________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગિરનારગિરિવર સ્તવન
(રાગ : માહરા વાલાજી) તોરણથી રથ ફેરી ચાલ્યા કરે, પ્રીતમજી. આઠ ભવની પ્રીતડી તોડી તંત, માહરા પ્રીતમજી. નવમે ભવ પણ નેહ ન આણો મુઝ રે. પ્રીતમજી. તો શું કારણ એટલે આવવું તુજ. માહરા પ્રીતમજી....... ૧ એક પોકાર સુણી તિર્યંચનો એમ રે, પ્રીતમજી. મૂકો અબલા રોતી પ્રભુજી કેમ; માહરા પ્રીતમજી. ષડુ જીવના રખવાલમાં શિરદાર રે, પ્રીતમજી. તો કિમ વિલવતી સ્વામી મૂકો નારી, માહરા પ્રીતમજી. . ૨ શિવવધૂ કેરું એવું કહેવું રૂપ રે પ્રીતમજી. મુજ મૂકીને ચિત્તમાં ધરી જિનભૂપ; માહરા પ્રીતમજી. જિનાજી લીયે સહસા વનમાં રે વ્રત ભાર રે, પ્રીતમજી. ઘાતિ કરમ ખપાવીને નિરધાર. મારા પ્રીતમજી. ........ ૩ કેવલ ઋદ્ધિ અનંત પ્રગટ કીધ પ્રીતમજી. જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ; મારા પ્રીતમજી, જે પ્રભુજીએ કીધું કરવું તેહ રે પ્રીતમજી. એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહ, માહરા પ્રીતમજી. ૪ પ્રભુ પહેલાં નિજ શોક્યનું જોવા રૂપ રે, પ્રીતમજી. કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સ્વરૂપ માહરા પ્રીતમજી;
For Private And Personal Use Only