________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઇ ન લેશે ભાગ પાપનો, ધનનો લેશે સર્વ; પરભવ જાતાં સાથ ધર્મનો, સાધો આ શુભ પર્વ... રીઝો.૫ સંપીને સમતાએ સુણજો, અઠાઇ વ્યાખ્યાન; છઠ કરજો શ્રી કલ્પસૂત્રનો, વાર્ષિક અઠમ જાણ. રીઝો. નિશીથ સૂત્રની ચૂર્ણિમાંહે, આલોચના વખણાય; ખમીએ હોંશે સર્વ જીવને, જીવન નિર્મલ થાય..... રીઝો.૭ ઉપકારી શ્રી પ્રભુની કીજે, પૂજા અષ્ટ પ્રકાર; ચિત્ય જુહારો ગુરુ વંદી, આવશ્યક બે કાલ....... રીઝો.૮ પૌષધ ચોસઠ પ્રહરી કરતાં, જાયે કર્મ જંજાલ; પદ્મ વિજય સમતા રસ ઝીલે, ધર્મે મંગલમાલ..... રીઝો.૯
પર્યુષણ પર્વ અતિ પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી; કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી. કુંવર ગયવર ખબ્ધ ચઢાવી, ઢોલ નિશાન વગડાવોજી; સદ્દગુરુ સંગે ચઢતે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી............ ૧ પ્રથમ વખાણ ધર્મ સારથિ પદ, બીજે સુપનાં ચારજી; ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અધિકારજી. પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી; આઠમે થિરાવલી સંભલાવે, પિઉડા પૂરો જગીશજી....... ૨ છઠ અઠ્ઠમ અઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીત્તેજી; વરસી પડિક્કમણું મુનિ વન્દન, સંઘ સકલ ખામીજેઇ.
૧૦૮
For Private And Personal Use Only