________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ લગે ઉચ્છાણિ, ભવિ પ્રાણી રે, સમકિત દૃષ્ટિ સાંભલો રે લાલ............... એ આંકણી. ૧
સ્યાદ્વાદ ઘર ઘોલીએ રે લાલ, દર્શન કરી શુદ્ધિ ભવિ૦ ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ,
ટાલો (રજ) દુઃકર્મ બુદ્ધિ...........ભ૦ સ૦ ૨ સેવા કરો જિનરાયની રે લોલ, દિલ દીઠાં મિઠાશ ભવિ૦ વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ. ........ ............ભ૦ ૦ ૩
ગુણિજન પદની નામના રે લોલ, તેહિ જ જુહાર ભટ્ટાર ભવિ૦ વિવેક રતન મેરીયાં રે લોલ,
ઉચિત તે દીપ સંભાર. ..............ભ૦ સ૦ ૪ સુમતિ સુવનિતા હેજશું રે લાલ, મન ઘરમાં કરો વાસ ભવિ૦ વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલચ્છી નિકાસ........................ભ૦ સ0 ૫
મૈત્રાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર ભવિ૦ દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપકાર..............ભ૦ સ0 3
For Private And Personal Use Only