________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂ. આચાર્યદેવ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ. કૃત
દિવાળી દેવવંદના
શ્રી મહાવીજિન દેવવંદન
સ્થાપનાચાર્ય આગળ નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી તસ્સ ઉત્ત૨ી અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો, ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી સંપૂર્ણ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઇચ્છું, કહી યોગમુદ્રાએ (ડાબો પગ ઉભો કરી) બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
પ્રથમ ચૈત્યવંદન
વીર જિનવર વી૨ જિનવર
ચરમ ચૌમાસ અપાપા યે આવીયા; હસ્તિપાલ રાજન સભાએ, કાર્તિક અમાવસ્યા રણિયે; મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિ, સોળ પહોર દેઈ દેશના; પહોંત્યા મુક્તિ મોઝાર, નિત્ય દિવાલી નય કહે,
મલીયા નૃપતિ અઢાર..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
For Private And Personal Use Only
૧