________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા ન કરે તથા સાધુને વહેરાવે નહિ, અને ૮ દિવસ અસ્વાધ્યાય. (૨૬) પશ જંગલમાં જન્મે તો ૧ દિવસ અને ઘેર જન્મે તો ? દિવસ સુતક. (૨૭) ભેસનું ૧૫ દિવસ પછી, બકરીનું ૮ દિવસ પછી અને ગાય-ઉટડીનું ૧૦ દિવસ પછી દુધ કલ્પ. (૨૮) જેને ઘેર મરણ થાય ત્યાં જમનારા ૧૨ દિવસ પૂજા ન કરે, અને સાધુ વહોરે નહિ. ગોત્રીયોને પ દિવસનું સુતક. (૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક સ્વાધ્યાય ર દિન ન કરે, ગોત્રીઓને ૫ દિવસનું સૂતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પણ ન અડ્યા હોય તો સ્નાન કીધે પૂજા થાય. ' (૩૦) જન્મે તે દિવસે મરે અથવા દેશાંતરે મરે તો ૧ દિવસનું સુતક. (૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તો ૮ દિવસનું સૂતક. ઢોરનું મૃતક જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી સુતક, પરંતુ ગાયના મરણનું ૧ દિન સુતક. (૩૨) દાસ-દાસી જન્મ કે મરે તો ૩ દિવસનું સુતક. (૩૩) શય્યાતર, મુખી, આદિ મરે તો ૮ પ્રહર અસ્વાધ્યાય. (૩૪) ગાયને જરાય લાગ્યું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, અને પડ્યા પછી ૩ પ્રહર અસ્વાધ્યાય. (૩૫) ૧૦૦ હાથની અંદર મનુષ્યનું ક્લેવર પડ્યું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય.
૮૨
For Private And Personal Use Only