________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયોજન કરવું.
શ્રુત સરિતા (બુકસ્ટૉલ) :- શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવનારા દર્શનાર્થીઓ અને જ્ઞાન-પિપાસુઓને યોગ્ય કિંમતે જૈન સાહિત્ય અને ધાર્મિક ઉપકરણ મળી શકે તે હેતુસર ૨૫ નવેમ્બર, ૧૯૯૯માં નવનિર્મિત પ્રખંડમાં શ્રુતસરિતા બુકસ્ટોલ તથા સાથેજ શરૂ કરેલ છે.
કલા તીર્થ રૂપ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય : આ સંગ્રહાલયમાં પાષાણ, ધાતુ, કાષ્ઠ, ચંદન અને હાથીદાંતની કલાકૃતિઓ વિપુલ પ્રમાણમાં સંગ્રહિત કરવામાં આવી છે. આ સિવ ( તાડપત્ર અને કાગળ પર તૈયાર થયેલી સચિત્ર હસ્તપ્રતો, પ્રાચીન ચિત્રપટ, વિજ્ઞપ્તિપત્ર, ગટ્ટજી, પ્રાચીન લઘુચિત્ર સિક્કા અને અન્ય પરંપરાગત કલાકૃતિઓનો પણ સંગ્રહ મોજૂદ છે. આ સંગ્રહાલયમાં વિશેષરૂપથી સમાવાઈ છે.
બોરીજ તીર્થ બન્યું વિશ્વમૈત્રીધામ ઇતિહાસના ઝરુખેથી - સાબરમતી નદીના તટે નાનકડું ગામ બોરીજ. તેની આજુ-બાજુની ઊંડી ભેંકાર કોતરોમાં અવારનવાર લાંબા સમય સુધી રહીને યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ નિર્ભયદશામાં સાધના કરતા હતા. આ સિદ્ધસાધનાભૂમિના સૌથી ઊંચાઈવાળા ક્ષેત્રમાંના એક ખેતરમાંથી વિ.સં.૧૯૮૧, ઇ.સ.૧૯૨૫ના અરસામાં યુગો-યુગોથી ભંડારાએલ પ્રભુશ્રી વદ્ધમાન સ્વામી, શ્રી નેમિનાથપ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની શુભ ધવલ આરસ પહાણની ૧૭” ની ત્રણ પ્રતિમાઓ સાક્ષાત મહાનિધાનની જેમ ભૂમિના અભ્યદયનો સંકેત બની પ્રકટ થઈ. આનંદિત થયેલા ખેડુતે પતાપુર શ્રીસંઘને ત્રણે
૧૧૫
For Private And Personal Use Only