________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધિ સર્વમળ અને ભય ટળે, આપે સદા સન્મતિ એવાશ્રી મણિભદ્રદેવ નમતાં, આનંદ થાયે અતિ .......૨
કોબા-બોરીજનો પરિચય
કોબાતીર્થ એક વિશેષ પરિસ્થય આધુનિક યુગમાં મોક્ષમાર્ગના બે મુખ્ય આધારસ્તંભ છે. (૧) જગતને આધ્યાત્મિક પ્રકાશપુંજ અર્પણ કરનાર જિનબિંબની ભક્તિભાવ સહિત પૂજા અને (૨) જિનાગમની જ્ઞાનલક્ષી ઉપાસના. આ બન્નેનો સમન્વય અર્થાત્ શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્ર કોબા, જિન શાસનની પ્રમુખ સંસ્થાઓમાં આ કેન્દ્ર ખૂબજ અલ્પ સમયમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્રે ધર્મ અને આરાધનાની એક-બે નહીં પણ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો મહાસંગમ છે.
આ જ્ઞાનતીર્થ પ્રશાન્તમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન શ્રી પરમ શ્રદ્ધય યુગદૃષ્ટા આચાર્ય પ્રવર રાષ્ટ્રસંત શ્રીમતુ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. ના કૌશલ્યપૂર્ણ માર્ગદર્શનમાં આપણી વિરલ સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવા તથા ધર્મ, દર્શન, સાહિત્ય, સંસ્કૃતિ, કલા, શિલ્પ અને સ્થાપત્યનું શિક્ષણ, સાધના અને સંસ્કૃતિના મહાસંગમની દિશામાં દઢ નિષ્ઠા સાથે પ્રવૃત્ત છે.
મહાવીરાલય (દેરાસર) :- જૈનધર્મના ચોવીસમાં તીર્થંકર મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી સહિત સર્વ પરમ પૂજનીય મનોહર અને જાણે ચુંબકીય પ્રભાવયુક્ત પ્રતિમાઓ આપને માહી
૧૧૦
For Private And Personal Use Only