________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ પાંચમી (હવે નિસુણો ઇહાં આવીયા એ-એ દેશી) જનમ જરા મરણે કરીએ, આ સંસાર અસાર તો; કર્યાં કર્મ સહુ અનુભવે એ, કોઇ ન રાખણહાર તો ....... ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધભગવંત તો; શરણ ધર્મ શ્રીજિનનો એ, સાધુશરણ ગુણવંતતો .......... ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચારશરણ ચિત્તધાર તો; શિવગતિ આરાધનતણો એ, એ પાંચમોઅધિકાર તો ..... ૩ આ ભવ પરભવ જે કર્યાં એ, પાપકર્મ કંઇ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરુસાખ તો ... ૪ મિથ્યામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉત્સૂત્ર તો; કુમતિ કદાગ્રહને વિશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તો ............પ ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાંએ, ધરંટી હળ હથીયાર તો; ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવસંહાર તો ......... ૬ પાપકરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો; જનમાંતર પોહોત્યા પછી એ, કોઇએ ન કીધી સાર તો .. ૭ આ ભવ ૫૨ ભવ જે કર્યાં એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધે ત્રિવિધ વોસરાવીએ એ, આણી હૃદયવિવેક તો ... ૮ દુષ્કૃતનિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધનાતણો એ, એ છઠ્ઠો અધિકાર તો ....૯
૯૫
For Private And Personal Use Only