________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એમ ચૌરિંદ્રિયજીવ જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છા મિ દુક્કડં એ; જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ
પીડ્યા પંખીજીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ; એમ પંચેદ્રિયજીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છા મિ દુક્કડંએ
ઢાળ ત્રીજી (વાણી વાણી હિતકારીજી-એ દેશ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
For Private And Personal Use Only
૧૨
ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય, ફૂડકરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે; જિનજી, મિચ્છા મિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજરે; જિનજી દેઇ સારૂં કાજરે, જિનજી મિચ્છઆ મિ દુક્કડં આજ ૧ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુનસેવ્યાં જેહ, વિષયા૨સલંપટપણેજી, ઘણુંવિડંબ્યો દેહરે જિનજી૦...... ૨ પરિગ્રહની મમતા કરીજી, ભવ ભવ મેલી આથ,
જે જીહાંની તે તિહાં રહીજી, કોઇ ન આવે સાથરે જિનજી૦૩ રયણી ભોજન જે કર્યાં જી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યાં પ્રત્યક્ષરે જિનજી૦.... ૪ વ્રત લેઇ વિસારીયાં, વળી ભાંગ્યા પચ્ચક્ખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે જિનજી૦ ૫
૧૩