SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ કથાનકોશ : યક્ષે મહેન્દ્ર રાજવીના કુટુંબનું કરેલ અપહરણ અને આવી પડેલ આપત્તિ ૭૮ નામના યક્ષે રાતે સુખે સૂતેલા એ મહાત્મા રાજાને તેની પથારીમાંથી ઉપાડી પૂર્વ સમુદ્રને કાંઠે ફેંકી દીધો. તેની રાણી પ્રભાવતીને ઉપાડી પશ્ચિમ દેશની કઈ અટવીમાં પહોંચાડી દીધી અને તેના મોટા પુત્રને દક્ષિણ દિશામાં અને નાનાને ઉત્તર દિશામાં પહોંચાડી દીધા. આ રીતે પિતાના લાંબા સમયના વૈરને બદલે લઈ વૈરને શાંત કરી સંતોષ પામેલે તે યક્ષ પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. રાજા પણ સમુદ્રને કાંઠે થોડી વાર તે ઊંઘતો જ રહ્યો, પરંતુ પછીથી પ્રચંડ પવનને લીધે ઉછળતા–પછડાતા મેટા મેટા તરંગેની પરસ્પર અથડામણથી થતા ભારે ઘુઘવાટને સાંભળીને જાગી ગએ અને “આ શું છે?” એમ કસ્તે પિતાના નેત્રે ઉઘાડીને બધી દિશાઓ તરફ જેવા લાગે એટલામાં એણે એક તરફ ઊંચા ઊંચા તરંગથી ઉછળતા મેટે દરિયે જે અને બીજી તરફ તમાલ, સાલ, ડામરનું ઝાડ, હિંતાલ વગેરે મેટા વૃક્ષની પંક્તિથી દિશાઓને આરછાદિત કરતી એવી સમુદ્રતટની વનરાજી જોઈ. “આ વળી શું છે? મારી પિતાની ચિત્રશાળામાં પાથરેલી વિશાળ સુખશસ્યામાં શયન કયાં? અને આ માછલાં, કાચબા વગેરે સહિત ઉછળતા તરનાં મોજાંવાળા સમુદ્રને કાંઠે આ રીતે મારી સ્થિતિ ક્યાં? તે શું આ તે કાંઈ સ્વપ્ન છે ? વા મારે મતિએહ છે?” એમ વિચારી તે પિતાની આંખે ચોળીને બરાબર ઠીક કરી જેવા લાગે તે પણ તેણે બીજું કાંઈ વધારે ન જોયું. જે પહેલાં જોયું હતું તે જ જોયું. એટલે તેને નિશ્ચય થયું કે, મારા પૂર્વના કેઈ દુષ્કૃતને લીધે પ્રેરાયેલા શુદ્ર દેવતાએ મને આ જાતને અનર્થ કરેલું હોવાથી આ બનાવ બનેલ હવે જોઈએ. નહીં તે આજથી થોડા દિવસો પહેલાં મને અનિષ્ટની સૂચના આપનારાં જે દુઃસ્વપ્ન આવતાં હતાં અને અપશુકન વગેરે થતાં હતાં તે કેમ થાત ? આ ઉપરથી હું એ અનુમાન કરું છું કે પ્રભાવતી દેવીને પણ કુશળ ન હોવું જોઈએ અને મારા પુત્ર સુદ્ધા ઘરમાં સુખે હશે કે કેમ એ પણ એક શંકા છે. આ બધું વિચારતાં વિચારતાં તેણે તો ધીરજ ધારણ કરી. એવામાં સૂરજ ઊગે છતાં ત્યાં અતિશય ગીચ ઝાડી હોવાને લીધે સૂર્યના કિરણે ફેલાઈ શકતાં ન હોવાથી રાજાના ખ્યાલમાં ચોક્કસ દિશાના વિભાગની કલ્પના ન આવી શકી છતાં ય તે એક માર્ગ ઉપર ચાલે. દેવ અને ગુરુનું સ્મરણ કરીને ત્યાં જે કંદમૂળ વગેરે મળી આવ્યા તે દ્વારા તેણે પિતાનું જીવન નભાવ્યું. પછી ત્યાં બપોર ગાળી રાજા ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યું અને ચાલતાં ચાલતાં મલય નામના એક મેટા નગરમાં પહોંચ્યા. વળી ત્યાં કેટલાક દિવસ સુધી રહી થાક ઉતારી ગજજણુય નામના નગર તરફ ચાલ્યો. વચ્ચે જ તેને સામે આવતે કુબેર ભંડારીની જેવી વિશેષ સમૃદ્ધિવાળે બેર નામને માટે સાર્થવાહ મળે. એ સાર્થવાહે ત્યાં એ વખતે પિતાને પડાવ નાખેલે હતે. બરાબર તે જ વખતે ભલે તરફથી હલ્લો આવવાને પ્રસંગ બને. સાર્થવાહ ડરી ગયે. એણે સારા સારા શુરવીર સુભટેની જ શરૂ કરી. એ જ સમયે તેણે ઝાડને "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy