________________
૨૦ પાંચમા વ્રતના અતિચારેનું સ્વરૂપ
: કથા -કેરા : રૂપે એટલે બીજાને ત્યાં બંધનમાં રાખી, (૪) કોઈ કારણ દ્વારા કે પ્રભાવવડે પર્યાયાંતર કરીને એટલે કે એકને બદલે બીજું કરીને મર્યાદાને ભંગ કરવાથી વ્રતમાં અતિચાર લાગે છે. ક્ષેત્ર-ખેતર અને વાસ્તુ-ભેંચરું વગેરે, ધન અને ધાન્ય, સુવર્ણ, રૂપું, દ્વિપદ-બે પગવાળાં પ્રાણી અને ચાર પગવાળાં પ્રાણી તેમજ કુષ્ય એટલે સાધન-સામગ્રી, રાચરચીલું વિગેરે અનેક પ્રકારનાં હોય છે તે બધાની નક્કી કરેલી મર્યાદામાં જન વિગેરે ભેદેવડે ઘાલમેલ કરવાથી વ્રતમાં અતિચાર લાગે છે. તે અતિચાર કેવી રીતે અને ક્યાં લાગે છે તે સંબંધી વિશેષ સમજણ આ પ્રમાણે છે –
જેમ કે વ્રતધારીએ એક જ ખેતર અથવા એક જ ઘર રાખવાની મર્યાદા નક્કી કરેલી હોય, પછી તેને વધારે ખેતર વા ઘર રાખવાને અભિલાષ થાય એટલે ચેક વ્રતભંગ થવાનો જ ભય ઊભું થયું કહેવાય. હવે એ વ્રતધારી પિતાનું વ્રત સચવાય અને અધિક ખેતર અથવા ઘરને રાખવાની પિતાની વાસના પણ સંતોષાય એ માટે બે ખેતરોની વરચેની વાડ કે વંડી કે ભીંત કાઢી નાખી તેનું એક ખેતર બનાવી દે એટલે કે બે ખેતરને સાથે જોડી દે તેવી જ રીતે બે ઘર વચ્ચેની ભીંત, વંડી કે વાડ તોડી પાડી તેનું એક ઘર બનાવી દે–આ રીતે જન-જોડાણું કરવાથી વ્રતધારી પિતાના મનથી એમ સમજે છે કે એક ખેતર કે એક ઘરની મારી નક્કી કરેલી મર્યાદા તૂટી નથી એટલે તેનું જોડાણ એ વ્રત સાપેક્ષ છે પરંતુ એક રીતે તે તેની નક્કી કરેલી મર્યાદામાં બાધા આવે જ છે, માટે આ ચેાજન એ અતિચારરૂપ છે.
એ જ પ્રમાણે કઈ વ્રતધારીએ “અમુક મર્યાદામાં જ સેનું રાખવું” એવું નક્કી કરી વ્રત લીધું, પછી કઈ કારણથી સોનાને લાભ વધારે થતાં તે સેનાને કેઈ બીજાને સાચવી રાખવા આપવું એ પ્રવૃત્તિ પ્રદાન-અતિચાર કહેવાય. બીજાને સાચવી રાખવા આપતી વખતે ત્રતધારીના મનમાં એ સંકલ્પ-વિકલ્પ છે કે મારી લીધેલી મર્યાદા માસા પૂરતી છે, ચોમાસા પછી તે હું તેની પાસેથી બધું તેનું પાછું લઈ લઈશ, હમણાં મારી પાસે રાખું તે મારા વ્રતને ભંગ થાય. એ રીતે કઈ બીજાને પ્રદાન કરવામાં વ્રતની સાપેક્ષતા છે એટલે એ પ્રદાન–અતિચારરૂપ છે. એ જ પ્રમાણે ધન-ધાન્યના નકકી કરેલા પ્રમાણ કરતાં તેને બંધન દ્વારા વધારે રાખવાની યુક્તિ કરવી એ બંધન-અતિચાર છે. કોઈ વધારીએ સોપારી વગેરે ચાર પ્રકારનું ધન અને મગ વગેરે સત્તર પ્રકારનું ધાન્ય અમુક પ્રમાણમાં જ રાખવાનું નક્કી કરી વ્રત લીધું હોય અને પછી કે તેને વધારે ધન કે ધાન્ય આપે એટલે મર્યાદા કરતાં તે ધન તેમજ ધાન્ય વધી જાય અને એ વધી ગયેલા ધન કે ધાન્ય વગેરે રાખે તે તેને વ્રતને ભંગ થવાનો ભય ઊભું થાય છે એટલે તે પેલા આપનારને એમ કહે કે-ચેમાસા પછી મારા ઘરમાં જે ધન-ધાન્ય છે તે વેચાઈ જવાનું છે એટલે પછી તમે જે આ ધન-ધાન્ય આપવાના છે તેને માસા પછી લઈ જઈશ. આવી ભાવના
"Aho Shrutgyanam