________________
* કથારસ્ન-કાશઃ
ખેમાઈગ્યે ભીમસેન મુનિને કરેલ પૃચ્છા
૨૦૦
જેમ વિનાયક વગેરે પ્રણામ કરે છે તેમ તે રાજાને વિશિષ્ટ પ્રકારના નાયક-બીજા રાજાઓ પ્રણામ કરે છે. જેમ મહાદેવે મહીધર–પર્વતના શિખર પર પિતાને પગ મૂકેલ છે તેમ આ રાજાએ મહીધર–પિતાના શત્રુ રાજવીઓના માથા પર પિતાને પગ મૂકેલ છે અર્થાત શત્રુઓને તાબે કરેલા છે.
તેના રાજ્યમાં ખેમાઇગ્ન નામને ઉત્તમ પુરુષ રહે છે. તે રાજાને નિકટને સ્વજન છે. તેનામાં સ્વભાવથી જ વિશુદ્ધ બુદ્ધિ રહેલી છે અને તેને હૃદયમાંથી પ્રાણુઓને હણવાની વૃત્તિ દૂર થયેલ છે. તેને વસુંધરા નામની સ્ત્રી છે અને ધરણુ નામને પુત્ર છે. એકદા તે પિતાના પુત્રને ખેાળામાં બેસાડીને ઘરઆંગણે રમાડતું હતું, તેટલામાં તેણે બીજા સાધુની સાથે ભીમસેન નામના મુનિવરને ગોચરીએ ફરતા જોયા. તેને જોઈને તેના મનમાં થયું કે-અરે ! આ શું મારે મતિષમ છે? અથવા તો સરખે સરખે આકાર જોઈને હું ઠગાથે છું. અથવા તે આ શું સાચું છે કે બધા વીરોમાં શ્રેષ્ઠ આ પાંડુપુત્ર ભીમસેન આવા પ્રકારનું ચારિત્ર લઈને કષ્ટમય અનુષ્ઠાન કરતા જણાય છે? આમ વિચારીને, પિતાના પુત્રને ખેળામાંથી નીચે મૂકીને એકદમ પેલા મુનિની પાછળ દોડ્યો અને તેના ચરણમાં પ્રણામ કરીને કહ્યું હે ભગવંત, શું મારી મતિ મૂઢ થઈ ગઈ છે અથવા તે તમે પાંડુચુત ભીમસેન જ છે ? ત્યારે તે મુનિવરે કહ્યું: હે ભદ્ર! તારી મતિ મૂડ નથી થઈ, અમે પાંચે ભાઈઓએ દીક્ષા લીધી છે અને વિહાર કરતાં કરતાં અમે બધા અહીં આવ્યા છીએ. આ પ્રમાણે સાંભળીને મનમાં વિસ્મય પામેલા માઈગરે કહ્યું હે ભગવંત, આ તે શી વાત છે? કયાં પાંડુમથુરા નગરીનું અધિપતિપણું અને ક્યાં મનથી પણ ન ચિંતવી શકાય તેવું દુસહ સંયમને ભાર? ભીમ મુનિવરે જવાબ આપ્યોઃ રસ્તે ચાલતાં સાધુને એક વચન કે બે વચન જ બલવા કપે, વધારે બેલી શકાય નહીં, માટે તું કુસુમાવતંસ નામના ઉદ્યાનમાં ઉતરેલા અમારા ગુરુ પાસે આવીને પ્રસંગ મળતાં આ બાબત અંગે વિશેષ વાત પૂછજે.
આ વિશે અનેક પ્રકારના તર્કવિતર્ક થવાથી વ્યાકુળ બનેલ તે બેમાઈગ્ન પિતાને ઘરે આવ્યું. મુનિવર પણ પિતાનું પ્રયોજન સિદ્ધ કરીને જેવા આવ્યા હતા તેવા પાછા ચાલ્યા ગયા. એમાઈગ્નને જરા પણ ચેન ન પડ્યું એટલે સંધ્યાસમયે જ તે કુસુમાવસ ઉઘાનમાં પહોંચ્યા. ત્યાં તેણે અનેક સાધુઓને જોયા અને કમ પ્રમાણે તેઓ સર્વને વંદન કર્યું. પછી પોતાના પૂર્વ પરિચિત યુધિષ્ઠિર મુનિ પાસે આવીને બેઠે. યુધિષ્ઠિર, અજીન વગેરે સાધુઓના શરીર ઉપરથી તેજ, ચળકાટ, શુદ્ધ રૂપ અને લાવણ્ય ઊડી ગયેલાં જોઈને તેને ભારે શેક થયે. શેકને લીધે તેની આંખમાં આંસુ આવી ગયા અને તેથી તે ગળગળા થઈ ગયે. યુધિષ્ઠિર મુનિએ તેને ઓળખી કાઢ્યો અને કહ્યું છે એમાઈન્ચ, આ રીતે તું શા માટે સંતાપ કરે છે? સંસારની સમગ્ર સ્થિતિનું આખરે આવું જ
"Aho Shrutgyanam