________________
કથા-કેશ:
ફર્સરામે ગ્રહણ કરેલું ત્રીજું વ્રત થશે અને તેણે મુનિવરના ચરણમાં નમસ્કાર કરી, ભકિતભરપૂર વચનેથી તેની સ્તુતિ કરી કે—હે મુનિરાજ! તમે ઉત્તમોત્તમ છે, પૂજનિકને પણ પૂજ્ય છે, સર્વ ગુણના ભંડાર છે. મેતીના હાર અને હિમની જે ઉજજવળ તમારે યશ દશે દિશામાં પણ સમાતું નથી. આપના ચરણકમળને પ્રાપ્ત થયેલ હું ધન્ય છું અને હવે દુઃખના દરિયાને પણું તરી ગયે છું. મારા પુણ્યની રાશિને કારણે હું મારા આત્માને હરિ, સૂર્ય અને બ્રહ્માના આત્મા કરતાં પણ ખરેખર માટે માનું છું.
ઉપર પ્રમાણે તે મુનિવરની લાંબા સમય સુધી સ્તુતિ કરીને તથા પિતાના મસ્તકને તેમના ચરણકમળમાં નમાવીને તે પુનઃ કહેવા લાગ્યો કે—હે ભગવંત! મને પણ જાવાજીવ અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા આપે. આપનું જીવનચરિત્ર સાંભળીને મારું મન હવે ગૃહકથાવાસમાંથી વિરક્ત બન્યું છે. મુનિવરે તેને કહ્યું કે–વેગના આવેશને લીધે ચપળ અને ગળિયા બળદ પણ ઘણે ભાર વહન કરે છે પરંતુ તે પૈકી ખેદ પામેલા કેટલાક અળદે તે ભારને અર્થે રસ્તે જ ત્યજી દે છે, એવી રીતે અડધે રસતે છોડી દેવા જેવી વિરતિની પ્રતિજ્ઞા લેવાથી અંશ પણ લાભ સંભવ નથી. ઊલટું પ્રતિજ્ઞામાં દૂષણ લગાડવાથી તે મારી માફક ઘણાં વિઘો આવે છે.
મુનિવરનું આવું હિતકારક કથન સાંભળીને ફરુ રામે કહ્યું હે ભગવંત! આપની વાત યથાર્થ છે. આપનાં પવિત્ર દર્શનના પ્રભાવ માત્રથી મને વિશ્વાસ છે કે જે પ્રતિજ્ઞા હું લઈશ તેને અખંડ રીતે જરૂરી પાળીશ. પછી ગુરુમહારાજે તેને ત્રીજા આણુવ્રત અદત્તાદાનના ત્યાગને નિયમ કરાવ્યું. બાદ તે ફરામ પિતાની જાતને કૃતકૃત્ય માન અને સાધુને વંદન કરીને નગરમાં ગયે. તે નગરમાં જયદેવ નામના એકી સાથે તેને પરિચય થયો અને પ્રતિદિનના સહવાસથી શ્રેષ્ઠીને ખાત્રી થઈ કે- આ કઈ ગુણવંત મનુષ્ય છે. શેઠને પણ તેના પર નેહ થયે.
એક દિવસે શેઠ તેની સાથે પુષ્કરિણી (વાવ) તરફ ફરવા ગયા. ત્યાં જઈ મોટું બેઈ હાથ-પગ પખાળ્યા તેવામાં તેની આંગળીમાંથી મહામૂલી વીંટી ત્યાં આગળ પડી ગઈ તેનું શ્રેષ્ઠીને ભાન ન રહ્યું. પછી તે પિતાના ઘર ભણી ચાલવા લાગ્યા. પડી ગયેલી તે વીંટીને લઇને ફરુરામ પણ તેની પાછળ ચાલવા લાગે. માર્ગમાં જ શ્રેષ્ઠીને પિતાની આંગળી વીંટી વિનાની માલૂમ પડી એટલે તેને અતિશય ચિંતા થઈ અને હાંફળાફાંફળા બની જઈ તે જ પગલે પાછા વળ્યા. શ્રેષ્ઠીને આશય સમજી જઈને ફરુસરામે તેને પૂછયું : આ૫ હાંફળાફાંફળા બની કેમ પાછા વળે છે ? શેઠ જણાવ્યું: હે પુત્ર! મારી મહામૂલી વીટી કયાંક પડી ગઈ છે તેની મને ખબર નથી. તેને શોધવા પાછા ફરું છું. ફરુસરામે પિતાની પાસેથી વીંટી કાઢી આપી એટલે શેઠને ઘણે સંતોષ થયે અને તેને કહ્યું છે વત્સ! તને આ વીંટી કયાંથી મળી ? તેણે જણાવ્યું કે વાવના કાંઠેથી ફરારામને
"Aho Shrutgyanam