________________
1 કયારત-કેષ :
દષ્ટિરાગીની દશા.
પાણીવાળી એક તળાવડી દીઠામાં આવી અને એક મોટું ઝાંઝવાના જળથી ભરેલું સરોવર પણ દીઠું. તે જોઈને શિવ બેલ્યોર થોડા અને ગંધાઈ ગયેલા પાણીવાળી આ તલાવડી શા અપની છે? આવા, વારંવાર થતા અને પાછા અછતા થઈ જતા અનેક તરંગેની ચાલતી લહેરોથી સુશોભિત એવા આ મેટા સરવર પાસે જઈએ. પછી મેટે ભાઈ બેલેટ એ ખરું સરોવર નથી પરંતુ ઝાંઝવાનાં ખોટાં પાણીનું સરોવર છે તેથી આ નાની તળાવડીથી જ આપણું કામ કરી લો. પછી નાને બેઃ આ તે કાંઈ પણ જાણતો જ નથી, શિવ! કરપાત્ર–કળશિ-લઈને તું ત્યાં જા. તેથી નાના ભાઈના વચન તરફ વિશેષ રાગવાળા એ શિવની બુદ્ધિ, તેનું વચન સાંભળી ને વિશેષ ઉલ્લાસ પામી અને માટે ભાઈ તેને રક્ત રહ્યો છતાં તે પિલા ઝાંઝવાના સરોવર ભણી જવા માટે વેગથી ઉપડશે. પછી તે—એ શિવ જેમ જેમ આગળ ચાલે તેમ તેમ અપુણ્યવાળાએ માટે મને રથ કરીને શરુ કરવા માંડેલી ધાતુસિદ્ધિ સિદ્ધ ન થતાં જેમ જેમ આગળને આગળ ચાલી જાય તેમ પેલું સરેવર પણ આગળ ને આગળ ચાલ્યું ગયું–પણ હાથ ન આવ્યું.
અપળવારમાં આવી જશે, પળવારમાં આવી જશે અને ઘડી બે ઘડીમાં આવી જશે છતાં એ હાથ આવતું નથી અને તે વેગપૂર્વક દોડવા લાગે છતાંય મહીષધિની પેઠે તે દૂર ને દુર જ દેખાયા કરે છે. છેવટે લાંબા સમય સુધી કલેશ પામીને તે કાર્ય સાધ્યા વિના જ-પાણી વગર જ-પાછો ફર્યો અને આખર પેલી નાની તળાવડી પાસે જઈને હાથ પગ ધોયા, ભાતું ખાધું અને જલપાન વગેરે કર્યું અને પછી ત્યાં જ વીસામે લેવા રહ્યા. બીજે દિવસે પણું ઝાડે કાપીને બરને સમયે તેઓ જમવા બેઠા, એવામાં તેઓએ વાછડીઓ સાથે ચરતું એવું ગધણ પાસે જ જોયું. એ જોઈને શિવ બેઃ આ લુખી પિળિયે ગેરસ વિના મળે ઉતરતી જ નથી, એથી આ પાસે જ ચરતા ધણ તરફ જોઈને દૂધ લાવીએ તો સારું થાય. પછી તેને માટે ભાઈ બેટ એ ગાયનું ધણ મનુષ્યને ઘાત કરનારું છે, ખરેખરૂં ગાયનું ઘણું નથી. ત્યારે નાના ભાઈ બેઃ હે શિવ! તું તારે જા અને ત્યાંથી દૂધ લઈને જલદી આવી જજે. તેના કહેવાથી એ, હાથમાં વાસણ લઈને પેલા ગોધણ તરફ ઉપડ્યો. અને મોટા ભાઈએ જતાં ઘણે વા છતાં ન જ અટકશે. ત્યાર પછી તો મેંમાંથી લાંબી બહાર નીકળેલી, બાળી નાખે એવી કઠોર જીભનાં કરવતવડે એ ગોધ તેને ચાટવા લાગ્યું અને તેને એવી પીડા થવા લાગી કે તેના પ્રાણું કઠે આવી ગયા અને બીજા માણસોએ વચ્ચે પડીને તેને મહામુશ્કેલીથી ત્યાંથી મુકા–બચાવ્યું.
આ રીતે જે મનુષ્ય કેવળ દૃઢ રાગથી જ પેલા નાના ભાઈના વચનવડે જેમ શિવ ચા તેમજ ચાલે છે, તે પિતે જાતે કાંઇ સારાસારને સમજી શકો નથી અને બીજે પણ તેને કોઈ સારાસાર કહીને સમજાવી શકતા નથી. એ રીતે દષ્ટિરાગવાળાની દશા થાય છે,
"Aho Shrutgyanam