________________
તરફ રાખવી. ડાબે હાથ હેડે રાખો અને જમણો હાથ ફુદયમાં રાખવો. ધ્વજાપુરુષ પહોળાઈથી ચાર ગણે ઉંચા કર. ૧૦૩
प्रासादपृष्टिदेशेतु दक्षिणेतुमतिरथे ध्वजाघरास्तुकर्तव्यं ईशान्यै नैरुतेतथा ॥ १०४ ।।
હવે ધ્વજાપુરુષને કયી જગાએ રાખ તે બતાવવામાં આવે છે. પ્રાસાદના શિખરની પછવાડે જમણી તરફ પછીતને પહેરામાં ધ્વજાપુરુષ કરો. ઉત્તરાદીમુખને પ્રાસાદ હોય તો અગ્નિ ખૂણામાં આવે અને પૂર્વ દિશાના મુખને પ્રાસાદ હોય તો મૈત્રાત્ય દિશામાં અને પશ્ચિમ દિશા મુખનો હોય તે ઈશાન કોણમાં ધ્વજાપુરુષ શિખરના પઢરામાં ઉભે રાખો. ૧૦૪.
क्षीरार्णवे समुत्पन्ना प्रासादस्यऽग्रजोग्रजम् मागल्येषुचसर्वेषु कलषंस्थापयेतवुध ।। १०५ ।।
અને જે દક્ષિણાભીમુખનું પ્રાસાદનું દ્વાર હોય તો ધ્વજાપુરુષ વાયવ્ય કોણમાં કરે. દરેક ઠેકાણે પ્રાસાદની ધ્વજા જમણે ભાગે કરવી આવું ક્ષીરાણુંવમાં કહેલ છે અને જ્યારે પ્રાસાદ ઉપર ઈંડુ ચડાવવું હોય ત્યારે મહા દુંદુભી નાદ કરાવવા તેમજ સર્વ માણસોએ માંગલિક બોલવું અને સુંદર વાત્રે વગાડવાં. આવી રીતે ઈન્ડ ચડાવવું. ૧૦૫.
"Aho Shrutgyanam