________________
૨૩
પણ સ્પર્ધા કરે છે. એના હોઠપર ફરકી રહેલું માધુર્ય અમૃતને પણ ભૂલાવી દે છે. એના અર્ધ નિમીલિત ચક્ષુઓ એના વિશદ પવિત્ર ચિત્તની પ્રતીતિ કરાવે છે. એના વિશાળ સ્કંધ, કમળ પણ દીઘ બાહુ તે જગતભરમાં વિજય કરવાને સરજાયેલ હોય તેમ જણાવે છે. કેટલી ઓછી રેખામાં ને છાયાના સ્પર્શ માત્રથી આ બધું ઉપજાવી કાઢયું છે એને વિચાર કરતાં પણ મન થાકી જાય છે. એના હાથનો અભિનય ને કમળની ખીલતી પાંખડીઓ અને એને રત્નજડીત મુગટ, કંઠને હાર ને મને ભિરામ ઉપવીત અલંકારના સૌંદર્યની છેલ્લી કેટી બતાવે છે. શરીરનો રંગ રાજવંશી કુમારની સુકોમળતા બતાવવાને બરાબર પસંદ કર્યો છે.
એની આસપાસની દેવ તથા મનુષ્ય સૃષ્ટિ પણ આબેબહુ ખધ કરી છે ! જ્યાં ધર્યને ભાવ બતાવો ઘટે ત્યાં તેને અનુરૂપ રેખાઓ, જ્યાં ત્વરાનો ભાવ બતાવ ઘટે ત્યાં તેને અનુરૂપ રેખાઓ, સ્થિરતા, મગ્નતા, સર્વ કાંઈ ભાવે અદ્ભુત કૌશલ્યથી પ્રદશિત કર્યા છે. આ જોતાં એમજ લાગે કે પૂર્વના આ કલાકારોને માટે કશુંજ જગતમાં અશક્ય. ન હતું.
"Aho Shrutgyanam