________________
૧૩
ચુક્ત બનાવેલી હોય અને દરેક લક્ષણેથી યુક્ત હોય, તેવી મૂતિ વિદ્વાન પુરૂષોએ અને શિપીઓએ બનાવવી. તેવી મૂર્તિ કલ્યાણ કરનારી તેમજ લક્ષ્મીને આપનારી થાય છે. ૩૯
નટરાજ
મદ્રાસના મ્યુઝમમાં ચાર ફૂટ ઉંચી નટરાજની એક ધાતુની મૂર્તિ છે. તે લગભગ દોઢ હજાર વર્ષ પૂર્વની ઈ. સ. ૫૦૦ ની સાલની ગણાય છે. શિવના તાંડવનૃત્યને અપૂર્વ ખ્યાલ આપતી એ મૂર્તિના નૃત્યના એ પ્રસંગની મૂળ કથા કેયલ પુરાણમાં નીચે પ્રમાણે છે.
"Aho Shrutgyanam