________________
અર્થ:–ખડગ અને ખેટકને ધારણ કરનાર, કાતરને માથામાં રાખનાર, મોટા દાંતવાળા અને વિકાળ દાઢે વાળા ભયંકર મેઢાવાલા, કુતરાના વાહન ઉપર બેઠેલા એ પ્રકારની મૂતિ નૈસત્ય દિશાના દેવની બનાવવી.
વરૂણ દેવની મૂર્તિ वरदं पाश पमंच कमंडल हस्ताकरे ।। मकरारुंढा कर्तव्यं वरुणं पश्चिमदिशि ॥१९८॥
અર્થ –એક હાથથી વરદાન આપતી, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં કમળનું ફળ, ચોથા હાથમાં કમંડલ ધારણ કરનાર અને મગરમચ્છના વાહન ઉપર બેઠેલા એવા પશ્ચિમ દિશાના અધીપતિ વરૂણ દેવની એ પ્રમાણે મૂર્તિ બનાવવી. આવું શાસ્ત્રનું પ્રમાણ છે. ૧૯૮
વાયુદેવની મૂર્તિ वरध्वजा पताकंच कमंडलु तथाकरे ॥ मृगारुढ प्रकर्त्तव्यं वायुदेवतादिदि ॥१९९।।
અર્થ --એક હાથ વરદાન આપતે, બીજા હાથમાં વજા, ત્રીજા હાથમાં પતાકા, ચેથા હાથમાં કમંડલ ધારણ કરેલ અને મૃગના વાહન ઉપર બેઠેલ એવા વાયવ્ય દિશાના દેવની આ પ્રમાણે મૂર્તિ બનાવવી.
કુબેર દેવની મુર્તિ. गदानिधि करंचैव कमंडलु अभय करे ।। गजारुढं प्रकर्तव्यं सौम्यायाधनदिशितम् ॥२०॥
અર્થ:--એક હાથમાં ગદા, બીજ હાથમાં દ્રવ્યને ભંડા૨, ત્રીજા હાથમાં કમંડલ, ચેથા હાથથી અભય આપનાર અને હાથીના વાહન ઉપર બેસનાર ઉત્તર દિશાના સ્વામી કુબેરદેવની મૂર્તિ આ પ્રમાણે બનાવવી,
"Aho Shrutgyanam