________________
૩ર
સમજવું પણ તે ચંદ્ર ઘરની પાછળ આવે તો હાની કરે તથા ઘરના સામે આવે તો ઘરના આયુષ્યને ક્ષય કરે, અને રાજાના ઘરની સામે ચંદ્ર આવે તો તે સારે છે તેમજ ઘરની ડાબી અને જમણી તરફ ચંદ્રમા આવે તે શ્રેષ્ઠ છે.
ઘરના નક્ષત્રનું જે નક્ષત્ર હોય તેને સાઠે (૬૦) ગુણ એકપાત્રીસે ભાગ દેતાં શેષ જે રહે તે મેષાદિ રાસી જાણવી. અશ્વની ભરણ અને કૃતિકા એ ત્રણ નક્ષત્રની મેષ રાશી જાણવી. મઘા, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાલ્ગની આ ત્રણ નક્ષત્રની સિંહ રાશી જાણવી. સુધી પુવાષાઢા ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રની ધનરાશી જાણવી. બાકીનાં જે નક્ષત્ર છે તે નવરાશી એટલે બે નક્ષત્રની એક રાશી જાણવી. હિણી ને મૃગશરની વૃષભ, આદ્રા, અને પુનર્વસુની મીથુનરાસી સ્વાતી અને વિશાખા, તુળારસી, અનુરાધા અને જેષ્ટાવૃશ્ચિક રાસી ઉત્તરા ભાદ્રપદ અને રેવતી મીન રાસીના છે એ પ્રમાણે નક્ષત્રની રાશી જાણવી. જુઓ કેષ્ટક ત્રીજું.
ષડાષ્ટકની સમજ. ઘર ધણીની રાશીથી ઘરની રાશી સાતમી આવે તે શ્રેષ્ઠ છે. છઠ્ઠી અથવા આઠમી આવે તે ષડાષ્ટક કહેવાય તે મૃત્યુ કરે. નવમી અને પાંચમી આવે તે કલેશ કરે દશમી અને ચાથી આવે તો સારી છે. ત્રીજી અને અગીયારમી આવે છે તે પણ સારી છે બીજી અને બારમી શત્રુભાવ અને એક સમભાવ છે.
"Aho Shrutgyanam