________________
૩૨
નક્ષત્રના ગણુની સમજ. મૃગશર, અશ્વનિ, રેવતી, હસ્ત, શ્વાતિ, પુનરવસુ, પુષ્ય, અનુરાધા, એ નક્ષત્ર દેવ ગણુનાં છે. કૃતિકા, મુળ, અશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, ધનિષ્ઠા, સભિષા, જેષ્ઠા, એ નવ નક્ષત્રે રાક્ષસ ગણનાં છે. ભરણું પુ. ફાલગુની પુ. ષાઢા, પુર્વાભાદ્રપદ, ઉત્તરાફાલગુની, ઉત્તરાષાઢા, ઉ. ભાદ્રપદ, આદ્રા, રેહણ, એ નવ નક્ષત્ર મનુષ્ય ગણુનાં છે એ પ્રમાણે સાતાવીશ નક્ષત્રના ગણ સમજવા દરેક ગણના નવ નક્ષત્ર છે.
વિશેષ સમજ–––ઘરનું દેવગણનું નક્ષત્ર હોય અને ઘરધણનું મનુષ્ય ગણુનું નક્ષત્ર હોય અથવા ઘરનું મનુષ્ય ગણનું અને ઘરધણનું નક્ષત્ર દેવ ગણુનું હોય તે તે પ્રીતિ કરે ઘરનું નક્ષત્ર રાક્ષસ ગણુનું હોય અને ધણુનું દેવ ગણનું હોય તો પરસ્પર વિરેાધ કરાવે. ઘરનું રાક્ષસ ગણનું અને ઘરધણીનુ મનુષ્ય ગણુનું નક્ષત્ર હોય તો ઘરધણીનું મૃત્યુ કરે. માટે એવા વિરેાધવાળા નક્ષત્રે તજવાં.
નક્ષત્ર ઉપરથી ચંદ્ર કાઢવાની રીત
કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વ દિશામાં સ્થાપવાં અથવા તે કપવાં. મઘાથી સાત નક્ષત્રે દક્ષિણ દિશામાં સ્થાપવા, અનુરાધાથી સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં અને ઘનિષ્ઠાથી સાત નક્ષત્રે ઉત્તર દિશામાં સ્થાપવા અથવા તે કપવાં. એ રીતે દિશાઓને અનુક્રમ લઈ નક્ષત્રોના અનુક્રમે દરેક દિશાના ભાગે સાત નક્ષત્ર સ્થાપન કરતાં ઘરનું ઉત્પન્ન થયેલું નક્ષત્ર જે દિશામાં આવે તે દિશામાં ચંદ્ર છે એમ
"Aho Shrutgyanam