________________
૨૪
એક આય ઉપર આજે આય રાખવાના નિયમ.
આય ગણનાર શિલ્પાએ ધ્યાનમાં રાખવું કે જે જાતિને ઘેર આય ગણવો હોય તે આય પહેલા માળમાં રાખવે. પહેલા માળમાં ગજ આય હાય તો બીજા માળમાં સિંહ કે વજ આય રાખીએ તો સારું ફળ મળે. અને સિંહ આય ઉપર ધ્વજાય રાખીએ તો પણ સારું ફળ આપે. ધ્વજ સિંહ, વૃષભ અને ગજ એ ચાર આમાંથી ગમે તે આય દેવમંદીર વિષે સારો છે પણ કોઈ વખતે સિંહ આય ઉપર વૃષભ આય કે ગજ આય રાખ નહિ જે એ પ્રમાણે કદાપી કરવામાં આવે તો ઘર કરાવનાર માણસનું મૃત્યુ થાય તેવી જ રીતે કોઈ આય ઉપર વૃષભ આય લાવ નહિ કારણ કે તેથી હાનિ છે, આયનું મુખ જે દિશામાં હાય તે દિશામાં દેવમંદીર અથવા ઘરનું દ્વાર રાખવું તેમજ ડાબી અગર જમણી તરફ આય આવે તે શ્રેષ્ઠ છે અને આયના મુખ આગળ ઘરની પછીત હોય તો તે ખરાબ છે.
આયનાં રૂપ
ધ્વજાયનું મુખ માણસના જેવું છે અને તે પૂર્વ દિશામાં છે. ધુમ્ર આયનું મુખ બિલાડા જેવું છે અને તે અગ્નિકેણે છે. સિંહ આયનું મુખ સિંહના જેવું છે. અને તે દક્ષિણ દિશામાં છે. શ્વાનનું કુતરા જેવું અને તે નૈઋત્ય કેણમાં છે. વૃષભનું મુખ આખલાના મેં જેવું છે અને તે પશ્ચિમ દિશામાં છે. ખર આયનું મુખ ગધેડાના જેવું છે
"Aho Shrutgyanam