________________
૧૧૭ જળ ન રહેવાના ચેગ. કેન્દ્ર પાપ ગ્રહોથી યુક્ત હાય. અથવા આઠમા અને બારમા ભવનમાં હોય તો થોડા દીવસમાં જળને નાશ થાય શનીશ્વર, મંગળ, સૂર્યએ કેન્દ્રસ્થાનમાં હોય ચંદ્રમા આઠમા સ્થાનમાં હોય તે એવા લગ્નમાં આરંભ કરેલા જળાશયનું જળ એક વર્ષ સુધી પણ ટકતું નથી.
પ્રકરણ ૯ મું. મહાદેવ લક્ષ્મીનારાયણ, શેષશાઇની દષ્ટિનું માન.
દ્વારની ઉંચાઈ ના ભાગ-૮ કરવા તેમાંના ભાગ ત્રણ ઉપરથી તજવા એટલે પાંચમા ભાગે લક્ષમીનારાયણની દ્રષ્ટિ રાખવી. દ્વારની ઉંચાઈના અર્ધ શેષશાઈ તથા મહાદેવના લીંગની દ્રષ્ટિ રાખવી.
જૈન પ્રતિમાની દ્રષ્ટિનું માન. બારણું ઉંચું હોય તેમાં ભાગ ૮ કરવા તેમને ઉપરને એક ભાગ તજ બાકી સાત ભાગ રહ્યા તે ઉપરના સાતમા ભાગમાં ભાગ ૮ કરવા તેમાંનો ઉપરનો એક ભાગ તજી સાતમા ભાગે જૈન પ્રતિમાની દ્રષ્ટિ સિંહ આય ત્યા વાયમાં રાખવી. - ઉર્ધ દ્રષ્ટિ હોય તે દ્રવ્યનો નાશ કરે, ઉંચી દ્રષ્ટી અને નીચી દ્રષ્ટિ ભાગ હાની કરે, અને સમદ્રષ્ટિ સદાકાળ સુખી રાખે એમાં સંશય નહિ.
ઉભી પ્રતિમાનું માન. ગભારામાં ભાગ ૩ કરવા તેમાંના ભાગ એકની પ્રતીમાં ઉંચી કરવી તે જેષ્ટ માન જાણવું, તે જેષ્ટ માનમાંથી દશમે
"Aho Shrutgyanam