________________
૧૦૧
આકાશ તત્વ જાણવું એ તત્વ વાળું ઘર અકસમાતથી પડી જવાનો ભય રહે છે, એ ઘર હંમેશાં નિર્જન (સૂતું રહે, તેમજ તેમાં સંતતિનો નાશ થાય.
આગળ કહ્યા પ્રમાણે કોઈ પણ ઘર અગર પ્રાસાનું ગણુત કર્યા પછી પાયો છેદવાનું મૂહુર્ત કરી કામ શરૂ કરવામાં આવે તે દિવસથી તે આગળ બતાવ્યા પ્રમાણે જેટલાં વર્ષ, માસ, વગેરે આવે તેટલું તેનું આયુષ્ય જાણવું કારણ કે ગણીત ઉપરથી આયુષ્ય કપેલું છે તો ગણતને ઉપગ થાય ત્યારથી તેનું આયુષ્ય ગણવું જોઈએ.
ઉદાહરણ. ધારે કે કોઈ પણ ઘર અગર પ્રાસાદ ૫ ગજને પ આંગળ સમરસ છે તો તેનું ક્ષેત્ર ફળ કાઢવાને લંબાઈના ૫ ગજ ને ૫ આંગળના આંગળ કર્યા તે ૧૨૫ આંગળ થયા તેને પહોળાઈના તેટલાજ એટલે ૧૨૫ આંગળી વડે ગુણતાં ગુણાકાર; ૧૫,૬૨૫, આંગળ થયા, તે તેનું ક્ષેત્ર ફળ થયું તે ક્ષેત્રફળને ૮ ગુણતાં ૧,૨૫૦૦૦ આંગળ થયા માટે તેટલી ઘડીએનું માટી અને કાંકરીથી કરેલા ઘરનું આયુષ્ય જાણવું અને તે ઘડીઓને પાંચે ભાગતાં શેષ કઈ રહેતો નથી. તે આકાશ તત્વ આવ્યું તેથી એટલી ઘડીએ ઘર અકસમાત પડશે
તેવી જ રીતે આવેલી ઘડીઓને સાઠેથી ભાગતાં ભાગાકાર (લખ્યાંક ) ૨૦૮૩ આવ્યા માટે તેટલા દીવસ અને ૨૦ શેષ રહી તેટલી ઘડીએ જાણવી તે દીવસને ૩૦ થી ભાગતાં ભાગાકાર ૬૯ આવ્યું તે માસ અને ૧૩ શેષ
"Aho Shrutgyanam