________________
આઠ ગજનું ઘર હોય તો તેને એક ભૂમી કરવી. અને અઢાર ગજનું ઘર હોય તો તેને બે ભૂમી (મજલે) કરવી પણુ દેવ અથવા રાજાઓનાં ઘર હોય તે તેને પ્રાસાદ કહેવાય અને બીજા સાધારણ લેકના ઘરોને હમ્પ કહેવાય એમ મુનીઓએ કહ્યું છે.
પદ ભાગ વિષે સમજ. ઘરની પહોળાઈના પાંચ ભાગ કર્યા હોય તો એ ભાગ મધ્યમાં રાખવા અને બાજુએ કરાઓની પાસે દોઢ દેઢ ભાગ મુકવા.
અને ઘરની ભૂમીના સાત ભાગે કર્યા હોય તે ત્રણ ભાગ મધ્યમાં રાખવા અને બાજુએ બેબે ભાગ મુકવા, વળી, જે ઘરની પહોળાઈના નવ ભાગ કર્યો હોય તો મધ્યમાં ચાર ભાગ શખી બે બાજુએ અઢી અઢી ભાગે રાખવા એ રીતે પદનું પ્રમાણ જાણવું.
વિષેશ-તેમજ ગ્રંથાંન્તરે પદના અગીયાગ કહ્યા છે અગીયાર ભાગના પદમાં મધ્યમાં પાંચ ભાગ રાખવા અને બે બાજુએ ત્રણ ત્રણ ભાગ રાખવા અને શાળા અલીંદને પ્રમાણે રાખવી.
ઘરની કાંબડી (રેખા) પ્રમાણુ. नब भाग कृते क्षेत्रे भागश्च ग्रह संख्यया । रेखारुप प्रमाणं तु मूत्र मात्र परित्यजेत् ॥ सारेखालोपितायेन ब्रह्म दोषो महद्भयम् । शिल्पिनो निष्फलं यांति स्वा मिसूत्रस्य भंगतः ॥
"Aho Shrutgyanam"