________________
કડીઓ કેટલી નાખવી તેની સમજ.
જેટલી કડીઓ નાખવી હોય તેટલીને ત્રણે ભાગતાં શેષ બે વધે તે પ્રમાણે નાખવી નહિ પણ કાંઈ વધે નહિ અથવા એક શેષ વધે તેવા હિસાબે નાખવાથી ધણું સુખી થાય.
કડિએના વચ્ચેના ગાળાનું પ્રમાણુ.
પાટડા ઉપર બે કડીઓ વચ્ચે જે જગ્યા રહે છે તેનું પ્રમાણ એવું છે કે કડીઓની પહોળાઈ હોય તેટલે ગાળે રાખ, અથવા કડીઓની પહોળાઈ પાંચ આંગળ હોય તે પાંચ આંગળનું છેટું રાખવું, અને એ જગ્યાએ પાટડા ઉપર કાઢીયા પુરવાં અને કડીઓ ઉપર જળાઈઓ (ગજની પટીઓ) બેસાડવામાં આવે છે તેનું પણ કડીઓની પેઠે જ હિસાબ ગણું બેસાડવી અને તે જનાઈ જેવી પ્રસરેલી જડવી.
પાટીયાંનું જડતર. કડીઓ ઉપર જળાઈ એસારી તે ઉપર પાટીયું જડવું અથવા કડાઓના ઠેકાણે દંદ જડીને (ડાંડા છોત કહેવાય છે) શિલ્પીએ જડતરની રચના કરી સાંધે બરાબર મેળવી તે ઉપર બુદ્ધિમાન પૃરૂષે સુંદર રડથર પાથરો.
છાપરાંના ઢાળીનું પ્રમાણ ઘરની જેટલી ઉંચાઈ હોય તે ઉંચાઈને અર્ધ ભાગ કરી ઉંચાઈમાં ઉમેરતાં જેટલું થાય તે પ્રમાણે કરાઓની ઉંચાઈ કરવી ( જે ઠેકાણે મેલ આવે છે તેની ટેચ સુધી)
"Aho Shrutgyanam