________________
પ્રકાશકનું નિવેદન 1] ૨ તરફથી ૧૯૩ની સાલમાં શરૂ કરેલ શ્રી જૈન પ્રાચીન સાહિત્ય દ્વાર ગ્રન્થાવલિના
બાવીશમાં પુષ્પ તરીકે અને મારી સાહિત્ય પાસનાના પુરા થતા દશમા વર્ષે એ ગ્રંથાવલિની આ અંતિમ સાહિત્યકૃતિ હું જાહેર જનતા સમક્ષ મૂકું છું.
મારી સાહિત્ય પ્રવૃતિને વખતોવખત ઉત્તેજન આપીને મને આગળ ને આગળ વધારે સુંદર અને સારાં પ્રકાશન કરવાની પ્રેરણા આપનાર શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. હું એટલે આભાર માનું તેટલો ઓછો છે. મારી સાહિત્ય કૃતિઓ પૈકીની મેટા ભાગની કૃતિઓ તેમના મારા પ્રત્યેના ભાવથી પ્રેરાઈને જે રીતે મેં તેઓશ્રીના કરકમળમાં સમર્પણ કરી છે તે જ રીતે મારી સાહિત્ય પ્રકૃતિનું આ છેલ્લું પુષ્પ પણ તેઓશ્રીના જ કરકમળમાં સમર્પોને હાલ તુરત માટે તો હું સાહિત્યક્ષેત્રમાંથી વિદાય લેવાની ઈચ્છા રાખું છું.
મારી ઈચ્છા તો ગુજરાતના પુરાતત્વવિદ શ્રી જિનવિજયજીએ આ પુસ્તકના આમુખમાં દર્શાવ્યું છે તેમ ભારતભરનાં ખૂણેખૂણાંમાંના જૈનાશ્રિત સ્થાપત્યમણિઓ ક્રમે ક્રમે દશ ભાગમાં જનતા સમક્ષ મૂકવાની હતી. પરંતુ યુદ્ધકાળની ભયંકર મેઘવારીના આવા કાળમાં જૈન સમાજના શ્રીમંત વર્ગની આ વિષય તરફની ઉપેક્ષાવૃતિના કારણે મારાં પ્રકાશનેને જ વધી જવાને લીધે હાલ તુરતમાં તે આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકીને બીજા ભાગોને વિચાર માંડીવાળીને હાલ તુરત તે સાહિત્યક્ષેત્રમાંથી ખસી જાઉં છું.
વળી સંવત ૧૯૯૭ના અષાઢ સુદ ૨ ને તા. ૨૬-૬-૪૧ના રોજ ભારતભરનાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજાની એકની એક પ્રતિનિધિ સંસ્થા શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શરૂ કરવામાં આવેલ “જૈન ડિરેકટરી વિભાગ” ના સંચાલનનું જવાબદારીભર્યું કામ મેં સ્વેચ્છાએ ઉપાડી લીધેલું હોવાથી મારી હવે પછીની મુખ્ય પ્રવૃત્તિ એ “જૈન ડિરેક્ટરી” તૈયાર કરવાની જ રહેશે. એને અંગે પંજાબ, સિંધ, કચ્છ, મારવાડ તથા રાજપુતાનાના પ્રદેશનાં શહેર શહેરમાં અને ગામડે ગામડે થતા પ્રવાસ દરમ્યાન મારા જોવામાં જે સ્થાપત્ય સમૃદ્ધિ આવી છે તે જોતાં તે મને એમ જ લાગે છે કે જ્યાં સુધી ભારતનાં ખૂણેખૂણે પથરાએલા એ સ્થાપત્ય રશ્મિઓનાં પુજનું રક્ષણ કરવામાં આપણે કટિબદ્ધ નહિ થઈએ ત્યાં સુધી આપણે નવાં મંદિરે બંધાવી અંધાવીને જૈન સમાજ પર જોખમદારી વધારતા જ જઈએ છીએ. પેઢીના વહીવટદારની ઈચ્છા તે ભારતભરનાં મંદિરને જણીધાર કરવાની છે જ; પરંતુ આ કાર્યક્ષેત્ર એટલું બધું વિસ્તૃત અને ઠેકાણે ઠેકાણે પથરાયેલું છે કે જ્યાં સુધી પ્રત્યેક જૈન બંધુ પિતાથી યથાશક્તિ બનતી મદદ તન મન અને ધનથી નહિ કરે ત્યાં સુધી આ કાર્ય પાર પાડી શકે તેમ નથી જ,
આ પુસ્તકમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરનારજી, તારંગાજી, રાણકપુર, તલાજા, કદંબગિરિ, સમેતશિખરજી, પાવાપુરીજી, લખનૌ, કલકત્તા, ક્ષત્રિયકુંડ, રાજગૃહી વગેરે વગેરે પ્રસિદ્ધ જૈનતીર્થોન દેરાસર તથા જિનપ્રતિમાઓને બની શકે તેટો સંગ્રહ આપવામાં આવેલો છે. તે પૈકીનાં કેટલાંક શ્રીમાન્ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ધી યંગ મેન્સ જૈન સોસાયટી, હિંદી સરકારનું પુરાતત્વ સંશાધન ખાતું, વડોદરા સરકારનું પુરાતત્વ સંશાધન ખાતું, તેમજ ભાવનગરના “જેને' પત્રની ઑફિસ તરફથી મને પુરાં પાડવામાં આવ્યાં છે, તેથી તે બધી સંસ્થાઓ તથા વ્યક્તિઓને, બ્લેક બનાવવા માટે કુમાર કાર્યાલય તથા ભારત પ્રોસેસ સ્ટડિએન અને આદિથી અંત સુધી છાપકામ સુંદર રીતે કરી આપવા માટે કુમાર કાર્યાલયનો આભાર માનવાની તક લઉં છું.
"Aho Shrutgyanam